Abtak Media Google News

ગોવિંદા આલા… રે… જન્માષ્ટમીમાં પણ કોર્ટના નિર્દેશ અનુસરીને જ ‘મટકીફોડ’ કરવો જરૂરી

શ્રાવણમાસમાં સૌથી મહત્વના તહેવાર જન્માષ્ટમીમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઠેર ઠેર મટકી ફોડના આયોજનો કરવામાં આવતા હોય છે. હવે જન્માષ્ટમીના તહેવારને જૂજ દિવસો બાકી છે. એકબાજુએ મુંબઈમાં ગોવિંદાઓનાં ‘મટકીફોડ’ના કાર્યક્રમની તૈયારીઓ શ‚ થઈ રહી છે. ત્યારે બીજી બાજુએ કોર્ટ દ્વારા મહારાષ્ટ્ર સરકાર પાસે ‘મટકી ફોડ’ સાહસિક રમત કઈ રીતે ગણી શકાય? તે અંગે ખુલાસો માગવામાં આવ્યો છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો પ્રમાણે બોમ્બે હાઈકોર્ટે ગઈકાલે મહારાષ્ટ્ર સરકારને તેમના દ્વારા ૨૦૧૫ના કેસ અન્વયે ‘મટકીફોડ’ને સાહસિક રમત ગણાવવામાં આવી હતી. ત્યારે મટકી ફોડ એ સાહસિક રમત કઈ રીતે? તે અંગે ખુલાસો માંગવામાં આવ્યો હતો જસ્ટીસ આર.એમ. સાવંત અને સાધના જાદવની એક જજોની બેંચ દ્વારા આ અંગે પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો હતો જયારે બીજેપી નેતા અને અન્ય મિત્રો વિ‚ધ્ધ આ પ્રકારનાં પ્રતિબંધિત કૃત્ય ૨૦૧૫માં ‘દહીહાંડી ફેસ્ટીવલ ૨૦૧૫’ હેઠળ આચરવામાં આવ્યું હતુ જેના ભાગ‚પે બીજેપી નેતા સેલાર અને તેના મિત્ર ગણેશ પાંડે કે જ ભાજપ યુવા મોરચાના પ્રમુખ હતા. તેમની વિ‚ધ્ધ એક પીટીશન કોર્ટમાં ફાઈલ કરવામાં આવી હતી જેમાં કોર્ટ દ્વારા પ્રતિબંધ કરવામાં આવ્યા છતા ૧૧ ઓગષ્ટ ૨૦૧૫માં સાહસીક રમત ગણાવી તે યથાવત રાખી હતી.

૨૦૧૫માં હાઈકોર્ટ દ્વારા ૨૦ ફૂટ જેટલી ઉંચાઈના માનવ પિરામીડ રચીને મટકી ફોડ નહી કરવા, તથા સગીર વયના કોઈ તેમા ન જોડાવવા માટે કાયદા હેઠળ જાહેરનામું બહાર પાડયું હતુ ત્યારે આ બાબતની સુનાવણી ફરીથી હાથ ધરવામાં આવી હતી જેમાં જસ્ટીસ જાદવ દ્વારા મટકી ફોડને સાહસિક રમત કઈ રીતે ગણી શકાય? તેવો પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો હતો તેમજ ઓછી ઉંમરનાં છોકરાઓ કઈ રીતે તેમાંભ ગ લીધો હતો તે અંગેનો વિગતવાર ખુલાસો માંગવામાં આવ્યો હતો.

આ બેંચ દ્વારા આજ બાબતનાં ખુલાસા સાથે વધુ સુનાવણી ૪ થી ઓગષ્ટ ના રોજ હાથ ધરવામાં આવશે કોર્ટ દ્વારા એપણ ટકોર કરવામાં આવી હતી..કે આશીષ સેલાર જેવા રાજકીય વ્યકતઓની આગેવાનીમાં પ્રતિબંધીત મટકીફોડના આયોજન દ્વારા કોર્ટના આદેશની અવમાનના કરવામાં આવી છે. તેમજ સમિતિ દ્વારા હાઈકોર્ટમાં સુનાવણીમાં મટકીફોડની ઉજવણી વખતે પણ નિર્દેશને અનુસરવા જ‚રી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.