Abtak Media Google News

વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી  મહોત્સવ સમીતી-૨૦૧૯ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ભગવાન શ્રી કૃષ્ણના જન્મને વધાવવા માટે અનેક વિધ કાર્યક્રમોનું અદકેરુ આયોજન કરવામાં આવ્યું છે. ગત વર્ષે પણ યોજાયેલ બાળકો માટેની રંગપૂરણી હરિફાઇ તથા ગોપી-કિશન સ્પર્ધાને ખુબ સુંદર પ્રતિસાદ મળ્યો હતો. માટે આ વર્ષે પણ બાળકોને ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવમાં જોડાવા માટી ગોપી-કિશન સ્પર્ધા અને રંગપૂરણી હરિફાઇનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જોડાવવા માટેની કોઇપણજાતની ફી લેવામાં આવતી નથી અને તદ્દન નિ:શુલ્ક ધોરણે આ બન્ને સ્પર્ધા યોજવામાં આવે છે.

ગોપી-કિશન સ્પર્ધાનું આયોજન તા. ૧૨-૮ ને સોમવારના રોજ અટલ બિહારી વાજપાઇ ઓડીટોરીયમ પેડક રોડ ઉપલા કાઠા ખાતે બપોરે ૩ થી ૬ દરમ્યાન કરવામાં આવ્યું છે.

ગત વર્ષની જેમ આ વર્ષે પણ રંગપુરણી હરીફાઇનું આયોજન કરવામાં આવ્યું છે. વાલીઓની માંગણીને ઘ્યાનમાં રાખીને સ્પર્ધાના સ્થળના વધારો કરીને આ વર્ષે કુલ ૪ જગ્યા ઉપર સ્પર્ધા યોજવામા આવશે. આ રંગપુરણી હરીફાઇમાં ધો. ૧ થી ૭ સુધીના વિઘાર્થીઓ ભાગ લઇ શકશે.

તા. ૧૧-૮ ને રવિવારના રોજ સવારે ૧૦ થી ૧૧.૩૦ દરમ્યાન આ હરીફાઇ યોજવામાં આવશે.

ગોપી-કિશન સ્પર્ધા તથા રંગપુરણી હરીફાઇ એમ બન્ને સ્પર્ધાના ફોર્મ મેળવવા અને પરત કરવા માટે વિઝન ઇગ્લીશ મીડીયમ સ્કુલ ડી-માર્ટ ની બાજુમાં કુવાડવા રોડ, રાજકોટ મો. ન.૯૮૭૯૯ ૪૯૪૭૦ અથવા શ્રીજી ટાઇટીંગ એન્ડ ઝેરોક્ષ રવિભાઇ સોમૈયા, સાકેતા પ્લાઝા, શોપ નં૩ હનુમાનજી મંદીર પાસે, જીયો સ્ટોરની બાજુમાં પંચનાથ મહાદેવ મંદીર મેઇન રોડ રાજકોટ મો.નં. ૯૬૦૧૮ ૦૯૯૯૦ નો સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.