Abtak Media Google News
  • વ્યાજ દર માઈનસ 0.1 ટકાથી વધારીને 0.1 ટકા કરાયો, વર્ષ 2016માં વ્યાજ દરોને શૂન્યથી નીચે લાવવામાં આવ્યો હતો

જાપાનની અર્થવ્યવસ્થા હાલ સંઘર્ષના તબક્કામાં આવી ગઈ છે. જાપાને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાનો તાજ ગુમાવી દીધો છે. ટોપ-3 અર્થતંત્રમાંથી બહાર નીકળ્યા બાદ જાપાને અર્થતંત્રને ફરી વેગ આપવા માટે 17 વર્ષોમાં પહેલીવાર એક મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ જાપાને વ્યાજ દરોમાં વધારો કર્યો છે. બેન્ક ઓફ જાપાને મોનેટરી પોલિસી બેઠક બાદ આ મોટી જાહેરાત કરી છે.

રિપોર્ટ પ્રમાણે, ગત મંગળવારે જાપાનની કેન્દ્રીય બેંકે સુસ્ત થઈ ગયેલા અર્થતંત્રને ફરી નવી ગતિ આપવા માટે સેન્ટ્રલ બેંક ઓફ જાપાને મોટું પગલું ભર્યું છે. જે અંતર્ગત છેલ્લા 17 વર્ષમાં પહેલીવાર તેના વ્યાજ દરોમાં વધારો કર્યો છે. કેન્દ્રીય બેંકની બેઠક પછી લાંબા સમયથી ચાલી રહેલા નીચા વ્યાજ દરોને વધારવાની જાહેરાત કરી. જાપાને છેલ્લે ફેબ્રુઆરી 2007માં વ્યાજદરમાં વધારો કર્યો હતો.

બેંક ઓફ જાપાને મંગળવારે થયેલી મીટિંગમાં ટૂંકા ગાળાના વ્યાજ દર -0.1 ટકાથી વધારીને 0.1 ટકા કર્યો છે. આ નિર્ણયથી હવે જાપાનનો વ્યાજ દર હવે શૂન્યથી ઉપર કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ બેન્ક ઓફ જાપાને વર્ષ 2016માં વ્યાજ દરોને શૂન્યથી નીચે અથવા નેગેટિવ રેન્જમાં લાવવા જરૂરી પગલાં લીધાં હતાં.

નકારાત્મક વ્યાજદર શુ છે?

આ નાણાકીય નીતિનું એક રુપ છે, જેમા વ્યાજ દરો ઝીરો ટકાથી નીચે રહે છે. કેન્દ્રીય બેંક અને નિયામક આ અસામાન્ય નીતિનો ઉપયોગ ત્યારે કરે છે, જ્યારે ડિફ્લેશનના મજબૂત સંકેતો હોય. નકારાત્મક વ્યાજ દરના વાતાવરણમાં વ્યાજ ધિરાણકર્તાઓને વ્યાજ આપવામાં આવે છે. જાપાન જ નહી પરંતુ યુરોપના કેટલાક અર્થતંત્રોમાં પણ તેનો અમલ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.