Abtak Media Google News

નિવૃત શિક્ષકની સ્ફુર્તિ યુવાનોને પણ શરમાવે તેવી: અત્યાર સુધીમાં દેશ-વિદેશથી અઢળક મેડલો મેળવ્યા છે.

જસદણમાં ૧૭ વર્ષની વયેથી વિવિધ રમત-ગમતમાં ભાગ લેનારા નિવૃત શિક્ષક બાબુભાઈ સરધારા (ઉ.વ.૮૧)એ તાજેતરમાં નાસિક મીનાતાઈ સ્ટેડિયમ ખાતે એક-બે નહીં પરંતુ ચાર હજાર જેટલા સિનિયર સીટીઝનોની ઉંચી કુદ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી તેમની સફળતાની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરી જસદણના ઈતિહાસમાં એક વધુ ઈતિહાસ રચ્યો છે. સફળતાને ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી પણ શરીર સાથે કસરત અને મહેનત ભળે તો સફળતા મેળવી શકાય છે.

નિવૃત જીવન ગાળતા બાબુભાઈ સરધારાએ તાજેતરમાં ઉંચી કુદમાં ગોલ્ડ મેડલ મેળવી જસદણનું નામ તો રોશન કર્યું જ છે. દેશ-વિદેશના ગુજરાતીઓ પણ પોતાના શર્ટનો કોલર ઉંચો રાખી શકે એવા ઈનામો મેડલો, ખિતાબો, સર્ટીફીકેટનાં ઢગલાઓથી તેમના નિવાસ સ્થાનના બે કબાટો છલોછલ ભરેલ છે. બાબુભાઈએ રમત-ગમત ક્ષેત્રે ફકત દેશમાંથી જ નહીં પરંતુ થાઈલેન્ડ, મલેશિયા, સ્પેન, શ્રીલંકા જેવા અનેક દેશોમાંથી ઈનામોની વણઝાર મેળવી આજે પણ ૮૧ વર્ષની વયે સ્વસ્થભર્યું જીવન જીવે છે.

Img 20190210 Wa0088

તેઓએ ૧૯૫૩માં ભાવનગર ખાતે રાજયમાં ફકત ૧૭ વર્ષની વયે હાઈજમ્પ, વાંસકુદ ઉંચીકુદમાં પ્રથમ ગોલ્ડ મેડલ તે સમયના ગર્વનરના હસ્તે મેળવી અને ભાવનગરના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી સાહેબના આશીર્વાદ સાથે મેડલ મેળવી ત્યારબાદના વર્ષોમાં મુંબઈ, અમદાવાદ, હૈદરાબાદ, લખનૌ, જયપુર, પંચમઢી, મદ્રાસ, ઈમ્ફાલ, પોંડેચેરી, બેંગ્લોર, ભોપાલ, કોઈમ્તુર, મૈસુર જેવા દેશના અનેક શહેરોમાં ૧૯૧૯ સુધી યોજાયેલી રમતોમાં અનેકાએક ગોલ્ડ, બ્રોન્ઝ મેડલો મેળવી જસદણ તથા દેશ-પરદેશનાં ગુજરાતીઓનું ગૌરવ વધાર્યું છે. બાબુભાઈ સરધારાનો અભ્યાસ એમએ, બીએડ, એલએલબી એનએફસી, ડીપીએડની ડિગ્રી ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.