Abtak Media Google News

સત્સંગ હોલનું અનાવરણ તથા સાડા પાંચ હજાર લોકોએ મહાપ્રસાદ લીધો

શ્રીનાથજી હવેલી જસદણ દ્વારા તાજેતરમાં ભવ્ય છપ્પન ભોગ, નવનિર્મિત સત્સંગ હોલનું ઉદઘાટન, શોભાયાત્રા, પ્રવચન તથા મહા પ્રસાદ સહિતનો પંચવિધ કાર્યક્રમ યોજાયો હતો.

Advertisement

શોભાયાત્રાનું  ઉદ્દઘાટન નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલીયા, અગ્રણી ઉદ્યોગપતિ રૂડાભાઈ ભગત, જસદણ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઈ ધાધલ,  પટેલ સમાજના અગ્રણી વલ્લભભાઈ ખાખરીયા, રઘુવંશી સમાજના અગ્રણી ભરતભાઈ અનડકટના હસ્તે થયું હતું.  કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા સહિતના લોકો શોભાયાત્રામાં જોડાયા હતા.  શોભાયાત્રા જુના માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા બાદ ત્યાં વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વૃજરાજકુમારજી મહોદયનાં હસ્તે દીપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.  શિવલાલભાઈ આદ્રોજા,  ભાવેશભાઈ તલાવિયા,  રાધિકા જવેલર્સના અશોકભાઈ ઝિંઝુવાડીયા,  વલ્લભભાઈ વડાલીયા,  પ્રભુદાસભાઈ પારેખ,  પ્રનંદભાઈ કલ્યાણી,  અશ્વિનભાઈ પટેલ,  ભાગ્યેશભાઇ વોરા,  કૌશિકભાઇ રાબડીયા,  જૈમીનભાઇ ચેતા,વલ્લભભાઈ એમ છાયાણી, રાજેશભાઈ રાણભાણ, અમિતભાઈ  રમેશભાઈ પટેલ, આશિષભાઈ નવીનભાઈ પટેલ, નીતિનભાઈ ખખ્ખર, આશિષભાઈ સોમૈયા, બીમલભાઈ કલ્યાણી, જગદીશભાઈ કોટડીયા,  વલ્લભભાઈ સતાણી,  રમેશભાઈ જીવાણી,  ગુણવંતભાઈ ડેલાવાળા,  ડો. મયંકભાઈ ઠક્કર,   બિરજુભાઈ મહેતા,  અશોકભાઈ સતીકુવર,  અનુપમભાઈ દોશી,  જોલીભાઈ,  દીપેશભાઈ છત્રાલિયા, જયેશભાઈ ધ્રુવ, અમીશભાઇ મહેતા, અશોકભાઈ મહેતા,  નિરવભાઈ ખાટ, વલ્લભભાઈ ખોડાભાઈ હિરપરા સહિતના અનેકવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Screenshot 9 25

વૈષ્ણવચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજીએ પ્રવચન આપ્યું હતું. બહેનોના જુદા જુદા ચાર ગ્રુપ દ્વારા હવેલીના ભજન કીર્તન આધારિત કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાત્રે  અંદાજે સાડા પાંચ હજાર લોકોએ ભોજન પ્રસાદ લીધો હતો. શ્રીનાથજી હવેલી ખાતે  સાંજે 6 થી રાત્રિના 10 સુધી છપ્પન ભોગનાં ભવ્ય દર્શનનો હજારો લોકોએ લાભ લીધો હતો.  છપ્પનભોગ મનોરથના યજમાન મગનલાલ મકનજીભાઈ બાબરીયા પરિવારના ચંદ્રકાંતભાઈ, વાડુભાઈ, અતુલભાઈ, નિલેશભાઈ, સૌરભભાઈ  સહિતના વિવિધ દાતાઓ તેમજ મંચ ઉપર ઉપસ્થિત મહેમાનોનું શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. હજારો લોકો માટે ભોજન પ્રસાદ વિભાગનું સંપૂર્ણ સંચાલન હવેલીના ટ્રસ્ટી અને સામાજિક અગ્રણી ભરતભાઈ જનાણીની આગેવાની હેઠળ વિવિધ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

જસદણ હવેલીના પ્રમુખ કિરીટભાઈ પટેલ, ટ્રસ્ટી ભરતભાઈ ધારૈયા, ટ્રસ્ટી હસુભાઈ ગાંધી, ટ્રસ્ટી ભરતભાઈ જનાણી, ટ્રસ્ટી બટુકભાઈ તન્ના, ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ બાબરીયા, ઉપપ્રમુખ કમલેશભાઈ  ચોલેરા, મંત્રી ધર્મેશભાઈ કલ્યાણી, સહમંત્રી નિલેશભાઈ રાઠોડ, સહમંત્રી સાગરભાઇ દોશી, ખજાનચી ચંદુભાઈ વડોદરિયા, આમંત્રિત ટ્રસ્ટી મંડળના અશોકભાઈ મહેતા, કિરીટભાઈ છાયાણી, અરવિંદભાઈ પાટડીયા, ચંદુભાઈ ગોટી,  કિશોરભાઈ ગઢવી, રમેશભાઈ ગોલ્ડનચા,  ડો. સંજયભાઈ સખીયા, વિજયભાઈ જે. રાઠોડ, નરેશભાઈ દરેડ સહિતના હોદેદારો, કમિટી મેમ્બરો, રામાણી પરિવાર, હિરપરા પરિવાર, છાયાણી પરિવાર, કડવા પાટીદાર સમાજ, દરજી સમાજ, બ્રહ્મ ક્ષત્રિય સમાજ, લોહાણા સમાજ, વણિક સમાજ, આદર્શ ગ્રુપ સહિતની જુદી જુદી ટીમ દ્વારા વિવિધ પ્રકારની સેવાકીય કામગીરી કરવામાં આવી હતી. મુખ્યાજી ઘનશ્યામભાઈ જોશીએ  છપ્પન ભોગની સુંદર સજાવટ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.