Abtak Media Google News
  • માતાજી નડે છે, શરીર સંબંધ નહીં બાંધો તો ‘ર્માં’ ક્રોધીત થશે તેમ કહી વિસનગરના રાવળદેવે  આચર્યું કૃત્ય

વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં લોકો હજુ અંધશ્રધ્ધામાં માને છે. જસદણ પંથકમા કિસ્સિે સામે આવ્યો છે.  જેમાં રાવળદેવ  અવાર નવાર  જસદણ સ્થિત મામાના ઘરે આવતો હોવાથી તેમના દ્વારા અન્ય  પરિવારનો  સંપર્ક કેળવી યુવતિને  માતાજી નડે છે. કહી શરીર સંબંધ બાંધી તેની  મોટી બહેનને ભગાડી ગયાનો બનાવ પ્રકાશમાં આવતા પોલીસે  રાવળદેવ સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.

જસદણ પંથકમાં સતત બીજા દિવસે દુષ્કર્મની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.અહીં રહેતી 20 વર્ષીય યુવતી પર ઘરે દાણ જોવા આવેલા ભુવાએ તારા પર મેલુ છે તેનો ઉતાર કરવો પડશે તેના માટે તારી મારી સાથે શરીર બાંધવો પડશે કહી તેના વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.બાદમાં આ શખસ યુવતીને મોટી બહેનને ભગાડી જતા તેની શોધખોળ કરતા ભાળ મળી ન હતી.બાદમાં યુવતીએ પોતાની સાથે બનેલી આ આપવીતી પરિવારને જણાવતા માતા-પિતા ચોંકી ગયા હતાં.બાદમાં તેમણે આ અંગે જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે પોલીસે ગુનો નોંધી મૂળ વિસનગર પંથકના આ ભુવાને ઝડપી લેવા અને કબજામાંથી યુવતીની મોટી બહેનને મુકત કરાવવા તપાસ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ,જસદણમાં રહેતી 20 વર્ષીય યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે વિસનગરનો વતની અને હાલ જસદણ રહેતો રોહિત રણછોડભાઇ મોરીનું નામ આપ્યું છે.યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,આરોપી રોહિતના મામા જસદણમાં રહેતા હોય જેથી તે અહીં તેના મામાના ઘરે રહેતો હતો તે રાવળદેવ હોય અને દાણા જોવાનું કામ કરતો હોવાથી યુવતીના પરિવારજનોએ તેને દાણા જોવા માટે તેને ઘરે બોલાવ્યો હતો.

દરમિયાન આ શખસને તકનો લાભ ઉઠાવી યુવતીને કહ્યું હતું કે,તારા પર મેલું છે તેનો ઉતાર કરવો પડશે તેના માટે તારી મારી સાથે શરીર સંબંધ બાંધવો પડશે અને જો તું શરીર સંબંધ નહીં બાંધે તો માતાથી ક્રોધિત થઇ જશે તેમ કહ્યું હતું.આમ કહી તા. 15/8/2023 થી તા.31/10/2023 ના સમયગાળા દરમિયાન યુવતી પર ત્રણથી વધુ વખત દુષ્કર્મ આચર્યું હતું.જોકે બદનામીના ડરથી યુવતીએ આ વાત જે તે સમયે કોઇને કહી ન હતી.

દરમિયાન પખવાડીયા પૂર્વે  રોહિત મોરી યુવતીની મોટી બહેનને ભગાડી ગયો હતો.જે અંગેની જાણ પરિવારને થતા તેમણે પોલીસને જાણ કરી હતી.અને રોહિતને શોધવા માટે પરિવાર વિસનગર ગયો હતો.પણ અહીં રોહિત કે દીકરીનો કોઇ પતો લાગ્યો ન હતો.આ સમયે યુવતી રડવા લાગતા તેના માતા-પિતાએ તેને રડવાનું કારણ પુછતા તેણે આપવીતી કહી હતી.જે સાંભળી માતા-પિતાના પગ તળેથી જમીન સરકી ગઇ હતી.બાદમાં તેમણે જસદણ પરત ફરી દીકરીને હિંમત આપી આ ફરિયાદ કરાવી હતી.જેના આધારે જસદણ પોલીસે આરોપી સામે દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.આ અંગે જસદણ પોલીસ મથકના પીઆઇ તપન જાનીની રાહબરી હેઠળ પીએસઆઇ એમ.ડી.વાઘેલા તથા તેમની ટીમે તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.