Abtak Media Google News

કોલેજીયન યુવાન મિત્રો સાથે ન્હાવા ગયો અને માત્ર મૃતદેહ જ હાથ આવતા પરિવારમાં કલ્પાંત

અબતક, જસદણ

જસદણની આડી ભાદર નદીના ચેકડેમમાં ન્હાવા પડેલા એક પટેલ યુવકનું ગઇકાલે રવિવારે સાંજે મુત્યુ નિપજતાં પટેલ સમાજમાં શોક છવાયો છે. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ મૂળ વિરનગરના અને જસદણના ચિત્તલિયા કૂવારોડ સ્વામીનારાયણનગર-2માં રહેતા અને કોલેજમાં અભ્યાસ કરતાં યશ પ્રવિણભાઈ શેખલીયા ઉ.વ.18 નામનો કોલેજીયન પટેલ યુવક આજે મિત્રો સાથે આડી ભાદર રામેશ્વર ચેક ડેમમાં મિત્ર સાથે ન્હાવા ગયો પણ કોઈ કારણોસર પાણીમાં ગરક થઈ જતા જસદણ નગરપાલિકાના પ્રમુખ-પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપારેલિયાને કોઈએ જાણ કરતાં તેઓએ તાત્કાલિક નગરપાલિકાના પ્રતાપભાઈ સોલંકી સહિતના કર્મચારીઓને મોકલ્યાં પણ અંતે માત્ર લાશ આવી હતી. તેઓ પી એમ માટે લાશને જસદણ સરકારી હોસ્પિટલમાં ખસેડી ત્યાં ભાજપનાં યુવા આગેવાન પરેશભાઈ રાદડીયા સહિત મૃતકની મદદ માટે પહોંચી જઈ પરિવારના સભ્યોને સાંત્વના પાઠવી હતી. ૃમૃતક યશ કોલેજમાં અભ્યાસ કરતો હતો. તેમનું ડૂબી જવાથી મોત થતાં પરિવારમાં હૈયાફાટ રૂદન થયું હતું. આ બનાવથી પટેલ સમાજમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.