Abtak Media Google News

ભાજપના કુંવરજી બાવળીયા, કોંગ્રેસનાં અવસર નાકિયા સહિત કુલ ૧૯ ઉમેદવારો મેદાને: ચૂંટણીના પ્રચાર-પ્રસારનો ધમધમાટ

જસદણ વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણીમાં ગઈકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. ગઈકાલ સુધીમાં ભાજપના કુંવરજી બાવળીયા અને કોંગ્રેસના અવસર નાકિયા સહિતના કુલ ૧૯ ઉમેદવારોએ ફોર્મ ભરીને પોતાની ઉમેદવારી નોંધાવી છે. આજે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવનાર છે. ત્યારબાદ ગુરૂવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. જેથી તે દિવસે પેટા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

જસદણ વિધાનસભા બેઠક ખાલી થઈ હોવાથી તાજેતરમાં ચૂંટણીપંચ દ્વારા બેઠક પર પેટા ચૂંટણી યોજવા માટેનું જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું. પેટા ચૂંટણી માટે ગત તા.૨૬ થી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ પ્રક્રિયા તા.૩ના રોજ એટલે કે ગઈકાલે પૂર્ણ થઈ હતી. ગત તા.૩૦ના રોજ ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયાએ ભવ્ય રેલી સાથે જસદણ વિધાનસભા બેઠક પર પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ તકે તેઓએ વિશાળ જાહેરસભાને પણ સંબોધી હતી.

ફોર્મ ભરવાની છેલ્લી તારીખના એક દિવસ પૂર્વે કોંગ્રેસે પોતાના ઉમેદવાર અવસર નાકીયાનું નામ સત્તાવાર રીતે જાહેર કર્યું હતું. બાદમાં તેઓએ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એટલે કે, ગઈકાલે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ તકે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી તેમજ ૧૫ જેટલા ધારાસભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
ગઈકાલે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. આ રસપ્રદ પેટા ચૂંટણીમાં ગઈકાલ સુધીમાં ભાજપના કુંવરજીભાઈ બાવળીયા, કોંગ્રેસના અવસર નાકીયા સહિત કુલ ૧૯ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.

જેમાં બે ડમી ફોર્મનો પણ સમાવેશ થઈ જાય છે. આજે ફોર્મની ચકાસણી કરવામાં આવનાર છે. ત્યારબાદ તા.૫ અને ૬ના રોજ ફોર્મ પરત ખેંચી શકાશે. આમ તા.૬ને ગુ‚વારના રોજ જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જવા પામશે.

જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આગામી ૨૦મીએ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. બાદમાં તા.૨૩ના રોજ મત ગણતરી કર્યા બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જસદણ વિધાનસભા બેઠક પર કોળી સમાજનું ભારે વર્ચસ્વ છે ત્યારે ભાજપ અને કોંગ્રેસે બન્નેએ કોળી સમાજના ઉમેદવારોને સામ-સામા મેદાને ઉતાર્યા છે. બન્ને પક્ષો હાલ ચૂંટણીમાં પ્રચાર-પ્રસાર માટે એડીચોટીનું જોર લગાવી બેઠક કબજે કરવા કામે લાગી ગયા છે ત્યારે પ્રજા કોને સ્વીકારે છે તે પરિણામ વખતે જાહેર થશે.

કોંગ્રેસના અવસર નાકિયા ૭ ચોપડી પાસ, તોડફોડના એક ગુનામાં સંડોવણીAucharbhai Jilapanchayatજસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાએ ગઈકાલે પોતાનું ફોર્મ ભર્યું હતું. જેમાં તેઓએ પોતાની સંપતિ સહિતની વિગતો જાહેર કરી હતી. ફોર્મમાં જણાવ્યા મુજબ અવસર નાકિયા ૭ ચોપડી પાસ છે.

ઉપરાંત તેઓ વર્ષ ૨૦૧૨માં જસદણ મામલતદાર કચેરીએ તોડફોડ કરવાના ગુનામાં સંડોવાયેલા હતા. વધુમાં તેઓએ સંપતિની વિગત જાહેર કરી હતી. જેમાં દર્શાવ્યા મુજબ તેઓની ખેત મજૂરીની વાર્ષિક આવક રૂ.૨ લાખ છે.

વાહનની વિગતમાં ૨.૫ લાખની કિંમતની મા‚તી વેગનઆર કાર તેમજ ૪૮ હજારની કિંમતનું બાઈક ધરાવે છે. હાથ ઉપરની રોકડ રૂ.૨ લાખ છે તેમજ રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકમાં રૂ.૬૯,૨૭૮ની ડિપોઝીટ ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.