Abtak Media Google News
  • સુરતના બે અને એક જસદણના બુકીના નામ ખુલ્યા: અલગ-અલગ ચાર આઇડીમાં 14 લાખથી વધુની બેલેન્સ જોવા મળતા પોલીસે મોબાઈલ કબ્જે કરી તપાસ આદરી

આઈપીએલની સિરીઝ શરૂ થતાં ક્રિકેટ સટ્ટોડિયાઓ માટે ધંધાની સિઝન ખુલ્લી હોય તેમ અલગ અલગ જગ્યાએ બેસી જુગાર રમવા ગોઠવાઈ જઈ સોદાઓ પાડતાં હોય છે. ત્યારે જસદણમાં ચીતલીયા રોડ પર ગોવિંદ નગરમાં ઘરમાં જ આઇપીએલ સિરીઝમાં ક્રિકેટ સટ્ટો રમતો જીતેન્દ્ર કાપડિયાને જસદણ પોલીસે ઝડપી પાડી રોકડ ટીવી અને મોબાઈલ સહિત રૂ.53700 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછતાછ હાથ ધરતાં બે સુરતના અને એક જસદણના શખ્સનું નામ ખુલતાં તેની શોધખોળ હાથ ધરી હતી.

દરોડાની વિગત મુજબ, જસદણ પોલીસ મથકના પીઆઈ તપન જાનીની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ પ્રણવભાઈ વાલાણી, કોન્સ્ટેબલ અનિલભાઈ અને અશોકભાઈ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતાં ત્યારે જસદણમાં ચીતલીયા રોડ ગોવિંદ નગરમાં રહેતાં  જીતેન્દ્ર મનજી કાપડીયા નામનો શખ્સ પોતાના મકાનમાં ટેલીવીઝન ઉપર ક્રીકેટ લાઇવ મેચ જોઈ  હારજીત કરી ક્રીકેટ મેચના સટ્ટાનો જુગાર રમતો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી તપાસ કરતાં મકાનના બીજા માળે રૂમમાં એક શખ્સ આઇપીએલ સિરીઝની દીલ્હી કેપીટલ્સ અને ચેન્નઇ સુપર કીંગ્સના લાઇવ મેચમાં ક્રિકેટ સટ્ટો રમતો હતો. સટ્ટો રમતાં શખ્સનું નામ પૂછતાં જીતેન્દ્ર કાપડીયા હોવાનું જણાવેલ અને તેના મોબાઇલ ફોનમાં ચેક કરતાં ગુગલ ક્રોમમાં અંદર એચટીટીપીએસ257.કોમ એકાઉન્ટ સ્ટેટમેન્ટ નામની આઈડી પર સટ્ટો રમતો હોવાનું ખુલ્યું હતું.

તેમજ મોબાઈલમાં વધું તપાસ હાથ ધરતાં આલ્ફા નેટ. કોમ ગેઈમ ડિટેઇલ, આલ્ફા. કોમ કોમ્પ્રોફિલ લોસ, કલાઇન્ટ હોમ અને નેક્ઝો એકચેન્જ. કોમ નામની આઈડી પણ જોવા મળી હતી અને તેમાં પણ આરોપી જીતેન્દ્ર ક્રિકેટ મેચ પર જુગાર રમતો હોવાનું ખુલતાં તેની ધરપકડ કરી રોકડ, ટીવી અને મોબાઈલ મળી કુલ રૂ.53700 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછતાછ હાથ ધરી હતી.

આરોપીએ સુરતના મુના, જસદણના કુણાલ લોદરીયા અને સુરતના કૌશિક પાસેથી આઈડી મેળવ્યાની કબુલાત આપી હતી. ઉપરાંત અલગ અલગ આઇડીમાં તપાસ કરતાં તેમાં અંદાજીત રૂ. 14 લાખની બેલેન્સ જોવા મળી હતી. પોલીસે આઈડી આપનાર ત્રણેય બુકીની શોધખોળ હાથ ધરી વધુ તપાસ એએસઆઈ જે.ડી.મજેઠીયાએ હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.