Abtak Media Google News

થેલેસેમીયા કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે બે લાખથી પણ વધુ રઘુવંશીઓ ઉમટી પડશે: તૈયારીને આખરી ઓપ

રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ગત તા.૨૨ને મંગળવારે જશરાજજીના શૌર્યદિન નિમિતે સમસ્ત લોહાણા સમાજનું નાત જમણ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રઘુવંશી સમાજ દ્વારા નિ:શુલ્ક થેલેસેમીયા ટેસ્ટ, ‘થેલેસેમીયા મુકત સમાજ’ની દિશામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ નાત જમણમાં સીનીયર સીટીઝનો માટે મંડપની અંદર ટેબલ ખુરશીની વ્યવસ્થા કરવામા આવી છે. તેમજ અંદાજીત બે લાખથી વધુ લોકો આ મહાપ્રસાદનો લાભ લેશે નાત જમણના કાર્યક્રમમાં રઘુવંશી પરિવાર મહિલા મંડળ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ નાત જમણના કાર્યક્રમને સફળ બનાવવા માટે છેલ્લા એક માસથી તૈયારીઓ રૂપે સમાજના શ્રેષ્ટીઓ દ્વારા યુવા ટીમને માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવે છે.

Dsc 5619જ્ઞાતિ જમણની સાથે સમાજના યુવક યુવતી માટે નિ:શુલ્ક થેલેસેમીયા ટેસ્ટનું પણ આયોજન કરવામા આવેલ છે. થેલેસેમીયા ટેસ્ટ માટે રૂ.૧૦૦ ડીપોઝીટ પેટે લેવામાં આવશે. જે રિપોર્ટ લેવા આવે ત્યારે ડીપોઝીટની પૂરેપૂરી રકમ પરત આપવામાં આવશે.

આવતીકાલે યોજાનાર નાત જમણના કાર્યક્રમમાં રઘુવંશી પરિવાર મહિલા મંડળ દ્વારા એક ભવ્ય તેમજ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં મહિલા મંડળના હોદેદારો, ચેરમેન મનિષાબેન ભગદેવ, રત્નાબેન સેજપાલ, તરૂલતાબેન ચંદારાણા જહેમત ઉઠાવી રહ્યા છે.

આ નાત જમણના કાર્યક્રમને સફળ બનાવવા માટે છેલ્લા એક માસથી તૈયારી રૂપે સમાજના શ્રેષ્ટીઓ દ્વારા માર્ગદર્શન માટે નવીનભાઈ ઠકકર, સુરેશભાઈ ચંદારાણા, મનુભાઈ જોબનપુત્રા, જનકભાઈ કોટક, શાંતુભાઈ ‚પારેલીયા હસુભાઈ ચંદારાણા તમામ શ્રેષ્ટીઓ દ્વારા યુવા ટીમને માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું

Dsc 5624

આ નાત જમણના કાર્યલયના ઉદઘાટનથી લઈને આવતીકાલ સુધી સુંદર, સ્વાદિષ્ટ તથા ગરમા ગરમ વિવિધ પ્રકારના ભોજન તથા નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ અંગે અબતક સાથે વાતચીત કરતા હસુભાઈએ કહ્યું કે વીર દાદા જશરાજજીના શૌર્યદીન નિમિતે રઘુવંશી સમાજનું મહાપ્રસાદનું આયોજન આવતીકાલે મંગળવારના રેસકોર્ષગ્રાઉન્ડમાં જશરાજનગરમાં કરવામા આવનાર છે. તેમાં આજે પૂર્વ તૈયારીમાં રસોઈ કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. અને રાજકોટના અને આજુબાજુના દરેક રઘુવંશી પરિવારોને રાજકોટ તરફથી ભાવભર્યું આમંત્રણ છે. સૌ કાલે સાંજે ૫ કલાકે રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે પ્રસાદ લેવા આવો તેવો રઘુવંશી પરિવાર દ્વારા અનુરોધ છે.

Dsc 5632 1રઘુવંશી પરિવાર દ્વારા છેલ્લા ચાર વર્ષથી દર વર્ષે રઘુવંશી સમાજનું નાત જમણ કરવામાં આવે છે. તેવું કહેતા મેહુલ નથવાણીએ અબતકને જણાવ્યું કે આ વર્ષે પણ પાંચમી નાત જમણનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌ સૌરાષ્ટ્રના, રાજકોટના રઘુવંશીઓને ભાવભર્યું આમંત્રણ છે. આપ સૌ પરિવાર સહિત પ્રસાદ લેવા પધારો તેમજ જ્ઞાતિગણના દર્શન કરવા પધારો તેવો રઘુવંશી પરિવારનો અનુરોધ છે. સાથે સાથે રઘુવંશીઓને એક નમ્રઅનુરોધ છે કે આવતીકાલે સાંજે ૫ વાગ્યાથી દુકાન બંધ કરી પરિવાર સાથે આપ બધા પ્રસાદ લેવા પધારો નાત જમણની સાથે સાથે થેલેસેમીયા ટેસ્ટ, બ્લડ ડોનેશન કેમ્પ, થેલેસેમીયા રહીત બાળકો, અંધજન મહિલાવિકાસગૃહના મહિલાઓ પણ પ્રસાદ લેવા આવવાના છે. તેથી એની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.

Dsc 5638 1

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.