Abtak Media Google News

રાજકોટની જાણીતી જય ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે તાજેતરમાં (સી.બી.એસ.ઇ) ધોરણ 11 અને 12 ના વાણિજ્ય પ્રવાહના વિધાર્થીઓ દ્વારા બે દિવસીય ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું . આ ટ્રેડ ફેરના પ્રથમ દિવસે વી . એમ . તંતી ફાઉન્ડેશન અને જય ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુકત ઉપક્રમે જય ગ્રામ ઉત્કર્ષ યોજના થકી શાળાની આસપાસના સાત ગામોને શિક્ષણ , સ્વચ્છતા સહિતના વિકાસ – ઉત્કર્ષ કાર્યો માટે દત્તક લેવાની યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં દત્તક લીધેલ ગામોના સરપંચો , ગ્રામજનો , વાલીઓ , વિદ્યાર્થીઓ અને શાળાના આમંત્રીત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને જય ગ્રામ ઉત્કર્ષ યોજનાને ઉમળકાભેર વધાવી હતી . આ યોજનામાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એટલે કે સામાજીક જવાબદારી અંતર્ગત શાળાની આસપાસ વસેલા ગામો દેવગામ દેવડા , નિકાવા , નગર પિપળીયા , છાપરા , આનંદપુર અને મેટોડાની આજુબાજુના વિસ્તારના વિદ્યાર્થીઓ , સ્ત્રીઓ , વડિલો અને તમામ ગ્રામજનોના ઉત્કર્ષ અને વિકાસના કાર્યો કરવામાં આવશે .. તેમના માટે અલગ અલગ પ્રોગ્રામ તેમજ સ્વચ્છતા , સ્ત્રીઓની આરોગ્યસુરક્ષા અને વ્યસનમુકિત જેવાં જાગૃકતા કાર્યક્રમો ઉપરાંત વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાના કાર્યક્રમના આયોજન કરવામાં આવશે . ગ્રામ ઉત્કર્ષ યોજનાને પ્રાત્સાહિત કરવા અને ટ્રેડ ફેરનું આયોજન કરનાર તમામ વિદ્યાર્થીઓને જોમ પુરુ પાડવા માટે વી.એમ.તંતી ફાઉન્ડેશનના ટ્રસ્ટી  ભરતભાઈ તંતી , રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ  નિખિલેશ્વરાનંદજી સ્વામી તથા ભારતીય સૈન્યના રીટાયર્ડ કર્નલ  પી.પી.વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા . આ સાથે યોજાયેલ બે દિવસીય ટ્રેડ ફેરમાં સ્કૂલ – કોલેજના વિદ્યાર્થીઓ , વાલીઓ અને શહેરીજનો સહિત 5000 થી વધુ મુલાકાતીઓએ હાજરી આપી હતી

આ ટ્રેડ ફેરમાં મુખ્યત્વે ગેમ ઝોન , શોપીંગ સ્ટોલ્સ , એન્ટરટેઇનમેન્ટ ઝોન , એડવેન્ચર એન્ડ ગેઇમ ઝોન , મોબાઇલ કવર , ગોલા વાલા તેમજ સ્વાદ અને ખાણી – પીણીના શોખીનો માટે ફુડ અડ્ડા જેવા 25 જુદા જુદા સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા . આ ટ્રેડ ફેરના આયોજનનો આશય કોમર્સના વિધાર્થીઓને પ્રેકટીકલ લર્નીંગ પ્લેટફોર્મ પુરુ પાડવાનું હતો . સતત બે દિવસ સુધી ખડેપગે રહીને તમામ વ્યવસ્થા અને સુવિધાઓ સાથે ટ્રેડ ફેરનું સફળ સંચાલન કરવા બદલ તમામ વિદ્યાર્થીઓ અને તેમને માર્ગદર્શન આપનાર ફેકલ્ટી સભ્યોને સંસ્થાના ચેરમેન ડી . વી . મહેતા , સી.ઈ.ઓ  ડિમ્પલબેન મહેતા , જય ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ  મનમોહન તુલી , સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ હેડ  હરપાલસિંહ ચુડાસમા અને એડમનિસ્ટ્રેટિવ હેડ  મનિષા રુધાણી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.