Abtak Media Google News

રૂ.૧૦૦૦ કરોડની સંપતિની સાથે યુપીમાંથી સપાના સાંસદ જયા બચ્ચને ભાજપના સાંસદ કિશોર સિંહાને પાછળ ધકેલ્યા: અમિતાભ અને જયા બચ્ચનની સંપતિ વિશે જાણશો તો અચંબિત રહી જશો

બોલીવુડ અભિનેત્રી અને યુપીમાંથી સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચન સૌથી વધુ ધનવાન સાંસદ તરીકે ઉભરી આવ્યા છે. જયા બચ્ચને ભાજપના રાજયસભાના સાંસદ કિશોર સિંહાને પણ પાછળ ધકેલી દીધા છે. વર્ષ ૨૦૧૪માં કિશોર સિંહાએ રૂ.૮૦૦ કરોડની સંપતિ જાહેર કરી હતી. જયારે જયા બચ્ચને શુક્રવારે ૧૦૦૦ કરોડની સંપતિ જાહેર કરી છે.

Jaya Bachchan Ians Photo For Inuth Dot Comયુપીમાંથી રાજયસભાના સપાના સાંસદ તરીકેની ઓળખ ધરાવનાર જયા બચ્ચને વર્ષ ૨૦૧૨માં રૂ.૪૯૩ કરોડની સંપતિ જાહેર કરી હતી. એફિડેવીટ અનુસાર, જયા બચ્ચન અને તેમના પતિ અમિતાભ બચ્ચન પાસે રૂ.૪૬૦ કરોડથી વધુની સ્થિર મિલકતો છે. જયારે અસ્થિર મિલકતો વર્ષ ૨૦૧૨માં લગભગ રૂ.૩૪૩ કરોડની હતી. જેમાં વધારો થઈ હાલ ૫૪૦ કરોડ રૂપિયા થઈ છે. જયા બચ્ચન અને બોલીવુડ શહેનશાહ અમિતાભ બચ્ચન પાસે પોતાની માલિકીનું સોનુ ૬૨ કરોડ રૂપિયાનું છે. જેમાંથી અમિતાભ બચ્ચન પોતાની જવેલરી ૩૬ કરોડથી વધુ કિંમતની છે. જયારે જયા બચ્ચનની જવેલરી રૂ.૨૬ કરોડની કિંમતની છે. આ બંનેની વચ્ચે બાર વાહનો છે. જેની કિંમત ૧૩ કરોડથી પણ વધુ છે. આ વાહનોમાં રોલ્સ-રોયક, ત્રણ મર્સિડીઝ, એક પોર્સચે અને એક રેન્જ રોવરનો સમાવેશ છે. આ ઉપરાંત અમિતાભ બચ્ચન પાસે પોતાનું એક ટ્રેકટર અને નેનો કાર છે. અમિતાભ બચ્ચન પાસે ૩.૪ કરોડની જયારે જયા બચ્ચન પાસે રૂ.૫૧ લાખની કિંમતની ઘડિયાળ છે. એના કરતા પણ આશ્ર્ચર્ય અને રસપ્રદની વાત તો એ છે કે અમિતાભ બચ્ચન પાસે રૂ.૯ લાખથી વધુની કિંમતની એક પેન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.