Abtak Media Google News

૧૦ ઉમેદવારમાંથી ભાજપ પેનલના ૮ અને કોંગ્રેસ પ્રેરિત પેનલના ર ઉમેદવાર વિજેતા: સાંસદ રમેશ ધડુકની મહેનત રંગલાવી

ગોંડલ નાગરીક બેંકની ગઇકાલે યોજાયેલ ચુંટણીમાં ૬૨૯૦૫ સભાસદોમાંથી ૯૨૯૩ સભાસદએ મતદાન કર્યુ હતું. ધુરંધર ઉમેદવારો વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ બનેલી ચુટણીમાં બન્ને પક્ષી એડીચોટીનું જોર લગાવીને સભાસદોને મતદાન કરાવ્યું હતુ. સાંજના પ વાગ્યા સુધી મતદાન ૧૮.૬૦ ટકા જેવું થયું હતું. બાદમાં મતગણતરી નો પ્રારંભ થયો હતો જે વહેલી સવારે રીર્ઝટ જાહેર કરતા ઢોલ જુથના ૮ અને દેસાઇ જુથના ર ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા. જયારે એક અનામત બેઠક પ્રથમથી જ બીનહરીફ થઇ હતી.

ગોંડલ નાગરીક સહકારી બેંકની ચુંટણી ૧૦ વર્ષ બાદ યોજાઇ હતી ત્યારે નાગરીક બેંક હાથ વગી કરવા માટે ભાજપ પ્રેરિત પેનલના સાંસદ રમેશભાઇ ધડુક પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, સહકારી આગેવાન અને બેંકના માજી ચેરમેન જેન્તીભાઇ ઢોલ સામે બેંકના પૂર્વ ચેરમેન યતીશભાઇ દેસાઇ નગરપાિેકા વિપક્ષી નેતા ઓમદેવસિંહ જાડેજાની પેનલ ચૂંટણી લડતી હોય ધારસભા કે પાલિકાની ચુંટણી જેવો માહોલ સર્જાયો હતો. ધુરંધર ઉમેદવારો વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ બનેલ ચુંટણીમાં પ્રથમ રાઉન્ડથી જ લગોલગ ચાલતા ઉત્તેજના કડવા પટેલ સમાજની વાડીએ મત ગણતરી વેળાએ એસ.સી. હોલમાં ગરમાવો આવવાની સાથે જયંતિભાઇ ઢોલ જુથન ૮ ઉમેદવાર પૈકીના સાંસદ રમેશભાઇ ધડુકને ૪૩૫૦ મત જયરાજસિંહને ૪૨૭૬ જેન્તીભાઇ ઢોલ જે ૪૨૨૬ ડો. પ્રમોદભાઇ પટેલન: ૪૧૭૫ કુરજીભાઇ વીરડીયાને ૪૨૨૭, પ્રહલાદભાઇ પારેખને ૪૦૯૯ જયારે મહીલા ઉમેદવાર શારદાબેન ઢોલને ૪૦૮૦ દુર્ગાબેન જોષી ને ૪૦૨૭ મત મળતા  વિજેતા જાહેર થયા હતા સામે કોંગ્રેસ પ્રેરિત પેનલના પૂર્વ ચેરમેન યતિશભાઇ દેસાઇને ૪૧૨૭ અને નગરપાલિકા વિપક્ષી નેતા ઓમદેવસિંહ જાડેજાને ૪૦૧૩ મત મળતા વિજેતા થયા હતા. જયારે ભાજપ પ્રેરિત પેનલને અનામત બેઠેકના ઉમેદવાર ઉભા ન રાખતા પ્રથમથી જ આ બેઠક બીનહરીફ થવા પામી હતી. આમ ગોંડલના રાજકારણમાં હાઇ પ્રોફાઇલ ગણાતી નાગરીબ બેંક ભાજપ પ્રેરિત પેનલ ઢોલ જુથને હાથ વગી કરી હતી.

Img 20190915 Wa0084 Img 20190915 Wa0060

બન્ને પક્ષાના ઉમેદવારને મળેલા મત

ભાજપ પ્રેરિત પેનલ (૧) સાંસદ રમેશભાઇ ધડુક-૪૩૬૦, (ર) જેન્તીભાઇ ઢોલ-૪૨૨૬, (૩) જયરાજસિંહ જાડેજા- ૪૨૭૬ (૪) ડો. પ્રમોદભાઇ પટેલ- ૪૧૭૫ (પ) કુરજીભાઇ વીરડીયા- ૪૧૨૭ (૬) પ્રહલાદભાઇ પારેખ- ૪૦૯૯ (૭) કિશોરભાઇ મહેતા- ૩૯૪૪ (૮) સુરેશભાઇ મહેતા- ૩૯૪૪ (૯) શારદાબેન ઢોલ- ૪૦૮૦ અને (૧૯૦) દુર્ગાબેન જોષી ૪૦૨૭

કોંગ્રેસ પ્રેરિત પેનલ (૧) પૂર્વ ચેરમેન યતિશભાઇ દેસાઇ- ૪૧૨૭ (ર) ઓમદેવસિંહ જાડેજા – ૪૦૧૩ (૩) ધીરજલાલ ખાતરા-૩૭૦૩ (૪) ગૌરાંગભાઇ મહેતા- ૩૬૩૩ (પ) હનીભાઇ સચદે- ૩૫૯૦ (૬) પંકજભાઇ રાયચુરા-૩૭૬૭ (૭) પંકજભાઇ આસોદરીયા-૩૭૫૭ (૮) વલ્લભભાઇ કનેરીયા – ૩૭૨૪ (૯) બીનાબેન રૈયાણી- ૩૯૧૩ અને (૧૦) જયશ્રીબેન ભટ્ટી -૩૬૫૮

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.