કાલાવડ: ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં મોટો ભૂકંપ આવવાની પ્રબળ શક્યતા

રાજુ રામોલિયા, કાલાવડ

ગઈ કાલે કાલાવડ ખાતે જામનગર જિલ્લા સ્વાતંત્ર્ય પર્વનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં  મંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ માં સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમસીભાઈ ચનિયારા સહિત અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તાજેતર માં જ વિધાનસભાની ચુંટણી યોજાવાની હોય તમામ પક્ષો પોત પોતાની સતા માટે મરણીયા થઈ રહ્યા છે અને હાલ પક્ષ પલટાની મોસમ પુર જોશમાં ચાલી રહી છે ત્યારે ભાજપમાં ભળી જવા માટે સૌરાષ્ટ્ર માંથી  કોંગ્રેસ માં પાંચ ધારાસભ્યના નામો હાલ મોખરે છે તેવી ચર્ચા એ જોર પકડ્યું છે.

કાલાવડ 76 વિધાનસભા પણ હાલ કોંગ્રેસ પાસે હોય જેના ધારાસભ્ય પ્રવીણ મુસડીયા હોય જે પણ ભાજપ માં જોડાશે તેવું ચર્ચા એ જોર પકડ્યું

જે ચર્ચા માત્રને માત્ર ગઈ કાલના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં એક સોફામાં જ બેઠેલા અને ચર્ચા કરતા 76 વિધાનસભાના ધારાસભ્ય પ્રવીણ મુસડીયા અને જિલ્લા પંચાયત ના પ્રમુખ ધરમશી ભાઈ ચનીયારા વચે ચર્ચા ઓ થયું હોવાનું સૂત્રો માંથી જાણવા મળતા કાલાવડના રાજકારણ માં ભૂકંપ સર્જાવાની વાતો એ ચોરે તરફ ચર્ચાનું જોર પકડ્યું છે.