Abtak Media Google News

નવી કચેરી ન બને ત્યા સુધી બીલીના બચ્ચા જેવી હાલત

જસદણ નગરપાલિકાનું બિલ્લી ના બચ્ચા ની જેમ ત્રીજી વાર જુના યાર્ડમાં સ્થળાંતર  જૂની મામલતદાર કચેરીમાં પાણી ટપકતા અને ઉંદર ના ત્રાસથી નિર્ણય લોકોમા રમુજ ફેલાઇ ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા પોણા ત્રણ કરોડ ના ખર્ચે પાલિકાના નવા બિલ્ડીંગનું કામ શરૂ થતા નગરજનો તથા પાલિકા સ્ટાફને વર્ષો બાદ મળશે પોતાનુ બીલ્ડીગ જસદણ નગર પંચાયત માંથી નગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ પાલિકા નું નવું બિલ્ડીંગ બનાવવા માટે ભાદરના કાંઠે આવેલ જૂની નળીયાવાળી નગરપાલિકા તોડી પાડેલ ત્યારબાદ અગમ્ય કારણોસર વર્ષો સુધી નવા બિલ્ડીંગ નો મેળ જ પડતો ન હતો અને આ પાલિકા જુના માર્કેટિંગ યાર્ડ ખાતે ફેરવવામાં આવી હતી.

ત્યારબાદ કોઈ કારણોસર જૂની મામલતદાર કચેરી જૂનું ન્યાય મંદિર જુના પોલીસ સ્ટેશન ના બિલ્ડીંગમાં સ્થળાંતર કરવામાં આવેલ પરંતુ તે ખંઢેર જેવી ભંગાર હાલતમાં હોય ઉંદર બિલ્લી સર્પનો ત્રાસ હોય આ ઉપરાંત નળિયામાંથી પાણી ટપકતા હોય કાગળો દસ્તાવેજો પલળી જતા હોય જેથી ફરી જૂના માર્કેટિંગ યાર્ડમાં ત્રીજી વાર સ્થળાંતર કરવામાં આવ્યુ છે  એક કહેવત છે કે મીંદડી સાત ઘર ફેરવે ત્યારે તેના બચ્ચા ઉજરે છે તેવી જ રીતે હાલ પાલિકા ત્રીજી વાર ફેરવવામાં આવી છે જેથી લોકોમાં હાસ્ય સાથે રમુજ ફેલાય છે

પરંતુ  જસદણ વિછીયાના લોક સેવક ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અથાગ પ્રયત્નોથી પોણા ત્રણ કરોડ જેવી માતબર રકમ મંજૂર કરાવતા હાલ બે માળનું અધતન સુવિધાઓથી સજ્જ આરામ ગ્રહ સામે નવા પાલિકાના બિલ્ડિંગનું ખાતમુરત પણ થઈ ચૂક્યું છે હાલ કામગીરી ચાલી રહીછે જેથી અડધા વર્ષની અંદર જસદણના નગરજનોને તથા પાલિકાના સ્ટાફને નવા બિલ્ડીંગની ભેટ મળશે આથી જસદણ શહેરના લોકો દ્વારા લોક સેવક ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા નો આભાર પ્રગટ કરી આનંદ ની લાગણી વ્યક્ત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.