Abtak Media Google News

 

Advertisement

રાજકોટ શહેરમાં સામાન્ય બાબતે થયેલા ઝઘડાના કારણે વધુ એક હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પત્નીએ આઠેક દિવસ પહેલાં પતિને છરી ઝીંકી દેતા ગંભીર રીતે ઘવાયા બાદ તેનું મોત નીપજતાં બનાવ હત્યામાં પરિણમ્યો છે. છ વર્ષ સુધી પ્રેમી સાથે રહેલીં પત્ની સાથે દોઢ જ માસ પહેલાં સમાધાન કરી પૂન: ઘર સંસાર શુર કરનાર પતિને પત્નીએ છરી ઝીંકી પતાવી દીધો છે. લવ મેરેજના કાગળના પ્રશ્ર્ને ઝઘડો કરી પુત્રની હત્યા કરવા છરી વિંઝતા પુત્રને બચાવવા વચ્ચે પડેલા પિતાએ જીવ ગુમાવતા સતવારા પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા ભારતીનગર શેરી નંબર 6માં રહેતા ભવાનભાઇ રવજીભાઇ નકુમ નામના 45 વર્ષના સતવારા પ્રૌઢને ગત તા.11 ઓકટોમ્બરે સાંજે આઠેક વાગે પત્ની વનિતાએ પેટમાં છરીનો એક ઘા ઝીંકી દીધો હતો. ગંભીર રીતે ઘવાયેલા ભવાનભાઇ નકુમને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવાની ઘરે આવી ગયા બાદ બીજા દિવસે ઇજાના કારણે પેટમાં દુ:ખાવો વઘી જતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું વહેલી સવારે સારવાર દરમિયાન મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો છે.

છ વર્ષ સુધી પ્રેમી સાથે રહેલી પત્ની સાથે દોઢ માસ પહેલાં સમાધાન કરી પુન: ઘર સંસાર શરૂ કરનાર પતિને  એક સપ્તાહ પૂર્વે છરી ઝીંકી દીધી તી

પ્રેમ લગ્નના કાગળ બાબતે ઝઘડો કરી પત્ની પોતાના જ પુત્રને છરી મારવા જતા વચ્ચે પડી બચાવવા જતાં છરીથી ગંભીર ઇજા થઇ તી

ભવાનભાઇ નકુમના દસેક વર્ષ પહેલાં વનિતા સાથે લગ્ન થયા હતા. લગ્ન જીવન દરમિયાન પુત્ર ધાર્મિક અને પુત્ર નેન્સીનો જન્મ થયો હતો. બંને બાળકો અને પતિ ભવાનભાઇ નકુમને તજીને વનિતાબેન શાસ્ત્રીનગરમાં રહેતા જગદીશ સાથે ભાગી ગયા હતા. છ વર્ષ સુધી પ્રેમી જગદીશ સાથે પહેલી વનિતાને છોડીને જગદીશ ભાગી જતાં જગદીશના ત્રણ વર્ષના પુત્ર રાજુ સાથે દોઢેક માસ પહેલાં વિનતા પોતાના પતિ ભવાન સાથે ભારતીનગર શેરી નંબર 6માં વિજયભાઇ સતવારાના મકાનમાં ભાડે રહેવા આવી ગઇ હતી.

ગત તા.11મી રાતે વનિતા પોતાના લવ મેરેજના કાગળ શોધી રહી હતી તે ન મળતા પતિ ભવાન સાથે કાગળ બાબતે ઝઘડો કર્યો હતો અને કાગળ નહી આપે તો પુત્ર ધાર્મિકને છરી મારી મારી નાખશે તેવી ધમકી દઇ સુટકેશમાંથી છરી કાઢી 16 વર્ષના પુત્ર ધાર્મિકને મારવા ઘસી જતાં પોતાના પુત્રને બચાવવા ભવાનભાઇ વચ્ચે આવી જતા તેમના પેટમાં છરીનો ઘાં લાગ્યો હતો. લોહી લુહાણ હાલતમાં ઢળી પડેલા ભવાનભાઇને રિક્ષામાં સારવાર માટે લાખના બંગલા પાસે ખાનગી હોસ્પિટલમાં લઇ ગઇ હતી. ત્યાં ટાંકા લીધા બાદ ઘરે આવી ગયા હતા. બીજા દિવસે ભવાનભાઇ નકુમની તબીયત લથડતા વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યારે પોલીસે ભવાનભાઇની ફરિયાદ પરથી તેની પત્ની વનિતાબેન સામે ગુનો નોંધ્યો હતો. દરમિયાન વહેલી સવારે ભવાનભાઇ નકુમનું સારવાર દરમિયાન મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. ગાંધીગ્રામ પોલીસે વનિતાબેન નકુમ સામે હત્યાની કલમનો ઉમેરો કરી તપાસ હાથધરી છે. પિતાની હત્યા અને હત્યાના ગુનામાં માતા જેલ હવાલે થતા બે માસુમ બાળકો નોંધાતા બનતા અરેરાટી મચી ગઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.