Abtak Media Google News

ડિજિટલ યુગમાં 18મી સદીની પ્રતિતિ

સુરેન્દ્રનગરના વડગામ ખાતે નિકોતેર માતાજીના મંદિરે 10 વર્ષની બાળકીને શરદી ઉઘરસ મટાડવા વૃઘ્ધાએ ગરમ સોયના ડામ દીધા તા

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વડગામ ગામે આવેલા સિકોતર માતાજીના મંદિર ખાતે માત્ર દસ વર્ષની બાળકી કોમલ પ્રવીણભાઈ સુરેલાને ગરમ સોયના ડામ આપવાની ઘટના બની હતી જેને લઇને સમગ્ર ગુજરાત રાજ્યમાં આ બાબતની અંધશ્રદ્ધાને લઇ અને ભારે ચર્ચાઓ જાગી હતી ત્યારે અલીગઢ ગામે વસવાટ કરતા પ્રવીણભાઈ અને તેમના પરિવારજનોમાં કોમલ નામની દીકરી છેલ્લા ઘણા સમયથી બીમાર રહેતી હોય અને નજીકમાં આવેલા વડગામ ખાતે આવેલા સિકોતર માતાજીના મંદિરે સકરીમાં નામની વૃદ્ધ મહિલા ગરમ સોયના દામ આપે તો સાજી થઈ જશે ની વાત હોય ત્યારે પરિવાર દ્વારા તેને સિકોતર માતાજીના મંદિરે લઈ જવામાં આવી હતી.

Advertisement

ત્યાં તેને ગરમ સોયના ડામ આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી કોમલ નામની 10 વર્ષની બાળકી બીમાર રહેતી હતી અને સાજી થઈ જવાની આશા સાથે સિકોતર માતાજીના મંદિરે સકરીમાં નામની જે મહિલા છે તેના દ્વારા ગરમ સોયના ડામ આપવામાં આવતા બાળકી કોમલની તબિયત વધુ પડતી લથડી હતી અને તેને સૌ પ્રથમ સુરેન્દ્રનગર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

ગરમ સોયના નામ આપવામાં આવ્યા હોવાના કારણે પેટના ભાગે તથા શરીરના અન્ય ભાગે કોમલ ગંભીર રીતે દાઝી ગઈ હતી ત્યારે તેની ચાર દિવસ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી ત્યારે દીકરીને ઉધરસ શરદી હોય અને છેલ્લા ઘણા સમયથી તે મટતી ન હોવાના કારણે પરિવાર અંધશ્રદ્ધાનો ભોગ બની અને સિકોતર માતાજીના મંદિરે સકરીમાં નામની મહિલા પાસે ગરમ સમયના નામ અપાવ્યા હોવાનું આ મુદ્દે સામે આવ્યું હતું.

જોકે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં માત્ર ચાર દિવસની સામાન્ય સારવાર બાદ આજે બપોરે 1:00 વાગ્યાના અરસામાં કોમલ પ્રવીણભાઈ સુરેલાનું મોત નીપજવા પામ્યું છે જેને લઈને અંધશ્રધ્ધાએ વધુ એક નાની એવી ફૂલ જેવી બાળકીનો ભોગ લઈ લીધો છે ત્યારે આ અંગે જોકે પોલીસે ગુનો દાખલ કર્યો છે શકરી માની અટકાયત કરી અને આ મુદ્દે વધુ પૂછપરછ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે કોમલના મૃત્યુને લઈ પરિવાર પણ હવે પસ્તાઇ રહ્યું છે અને શોકમગ્ન બન્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.