Abtak Media Google News

જેતપુર સાડી ઉધોગ પ્રદુષણને લઈ ને હંમેશા ચર્ચામાં રહેતો હોય છે ત્યારે જેતપુરના પાંચપીપળા પાસે આવેલ ઈકો બાયકોલ નામની કંપની દ્વારા ભાદર નદીને પ્રદુષિત કરવાનો સૌથી મોટો વેપલો ચાલતો હતો કેવી રીતે ભાદર નદીમાં પ્રદુષિત પાણી છોડવામા આવતું હતું અને આના કારણે હજારો વીઘા જમીનમાં  નુકશાન  થયું છે.

બે દિવસ પૂર્વે પાંચપીપળા પાસે આવેલ ભાદર નદી કિનારે ઇકો બાયોકોલ્સમાં પ્રદુષિત પાણી નું ટેન્કર ભાદર નદીમાં ઠલવાતું હોવાનો હજારો ખેડૂતો જનતા રેડ કરી પર્દાફાશ કર્યો હતો અને બાયોકોલ ફેક્ટરીની આડમાં ફેકટરીમાં કુંડી બનાવી ટેન્કર ઠાલવી પાણી ભાદર નદીમાં છોડવામાં આવી રહ્યું હતું જેના કારણે ભાદર નદીમાં ફીણની ચાદર છવાઈ જતી હતી તેમજ ખેડૂતોની જમીનને મોટું નુકસાન થતું હતું.

સમગ્ર મામલે ખેડૂતો દ્વારા જનતા રેડ કર્યા બાદ પ્રદુષણ બોર્ડ દ્વારા સેમ્પલ લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે ઇકો બાયોકોલ નો આ પર્દાફાશ થયાના 2 દિવસ બાદ ફેકટરી માલિક દ્વારા ભાદર નદીમાં કૂવો બનાવી પાઇપલાઇન બિછાવી રાત્રીના સમયે ભાદર નદીમાં વાલ્વ ખોલી પ્રદુષિત પાણી છોડી દેવામાં આવતું હતું પરંતુ આ ઘટનાનો પ્રદફશ થયા બાદ ફેકટરી માલિક દ્વારા આ પાઈપલાઈનો કાઢવાનો પ્રયાસ થયો અને ફરી એક નવો ભાંડો ફૂટ્યો હતો.

ફેકટરીની કુંડીમાંથી અન્ડર ગ્રાઉન્ડ પાઇપલાઇન ભાદર નદીમાં બનાવેલ કૂવામાં છોડવામાં આવતું હતું અને આ ભાંડો ફૂટતા પાઈપલાઈનો કાઢવાનું કામ ફેકટરી માલીક કરી રહયા હતા તે સમયે ખેડૂતો અને મોડિયાએ પકડી પડયા હતા.

પાંચપીપળા લુણાગરી વચ્ચે આવેલ ભાદર નદીમાં થોડો વરસાદ પડે ત્યારે ફિણના ગોટા ગોટા જોવા મળે છે ત્યારે અમને એવું હતું કે જેતપુર ડાઇંગ ઉદ્યોગમાંથી છોડવામાં આવતું હશે પરંતુ હવે ખબર પડી કે આ કારખાનામાંથી જુનાગઢ થી કેમિકલ ભરેલું ટેન્કર આમાં ચલાવવામાં આવે છે. હવે આ લોકો માટે કાયદેસર પગલાં લઇ કાયદેસરની કાર્યવાહી કરે તેવી  માંગ ગામના લોકો કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.