બેન્કનું રેઢિયાળ તંત્ર : જેતપુરમાં હાઈવે પર રઝળતાં મળ્યા ફોર્મ!!!

જેતપુર તાલુકાના વિરપુર ( જલારામ) રાજકોટ બાઇપાસ  રોડની ચારે તરફ કોઇ અગત્યના દસ્તાવેજો – ફોર્મ રઝળી રહ્યાના સમાચાર મળતાં જાગૃત પત્રકારો ત્યાં પહોંચતા આ ફોર્મ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામા ખાતું ખોલાવવા માટે ફોટો, આધારકાર્ડ- લાઇસન્સ જેવા  ફોટો આઈડી ઓળખના પુરાવા વિગેરે જોડેલા અને ભરેલા કંપ્લિટ ફોર્મ જે વિરપુર બ્રાંચમાં જમાં કરાવવાના ઉલ્લેખ સાથેના હોય, યુનિયન બેન્ક વિરપુર બ્રાન્ચના મેનેજર હાર્દિક ગઢિયાને આ બાબત ની જાણ થતાં  તેઓ સ્થળ પર પહોંચેલા અને  રોડ- રસ્તા અને ઝાળી ઝાંખરામાં ઉડી ભરાય પડેલને આશરે  બસ્સો જેટલા ખાતા ખોલાવવા માટે ના ડોક્યુમેન્ટ સાથેના કંપ્લિટ ફોર્મ વીણી- વીણી ને ભેગાં કરી પોતાના હસ્તક લીધા હતાં.

આ બેંકના ખાતા ખોલાવવાના ફોર્મ અને  ખાતું ખોલાવવા ઈચ્છુક વ્યક્તિના અંગત ડોક્યુમેન્ટ ખરેખર ખુબ જ કોન્ફીડેન્સીયલ હોય છે. આમ છતા આવી હાલત મા અંતરિયાળ મળી આવતા આ બાબતે તરેહ તરેહના સવાલો લોકોમાં ઉઠવા પામ્યા છે.  રસ્તાની ચારે તરફ રઝળતા ફોટો આઈડી અને મહિલાઓના પાસપોર્ટ ફોટાઓનો કોઈ ગેર ઉપયોગ નહિ થાય તેની જવાબદારી કોની..?

યુનિયન બેન્ક વિરપુરના મેનેજર હાર્દિક ગઢીયાએ આ બાબતને ઘણી ગંભીર ગણાવતા જણાવ્યુ હતુ કે આ ભરેલા ફોર્મ છે. આ ફોર્મ  2020 વર્ષના મે માસના છે.  રિઝર્વ બેન્ક અને મુખ્ય બ્રાન્ચ દ્વારા નિયમાનુસાર  બેન્કના  કાગવડનાં   “બેન્કિંગ કોરસપોંડન્ટ” તરીકે જેમને નિમણૂંક આપવામાં આવી છે તેના દ્વારા પ્રોસેસ કરવામા આવેલ આ ફોર્મ છે. આ ફોર્મની બેંકને લગતી કાર્યવાહી બાકી છે તેવુ તેમણે જણાવ્યું હતું. બેન્કના ખાતેદાર બનવાની પ્રક્રિયા હજુ અધુરી હોય ત્યાંજ જવાબદારો દ્વારા આ બાબતને ગંભીર ભૂલ ગણાવી કે બેદરકારી તેમજ આ બેન્કિંગ કોરસ્પોન્ડન્ટની સામે કાયદેસરની કાર્યવાહી થશે કે બધું ભીનું સંકેલાઈ જશે તે અંગે  વીરપુર ગામમાં લોકોમાં ચારે તરફ ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.