Abtak Media Google News

ભાદર-1 ડેમથી આવતી મેઈન પાઈપલાઈનમાં મેઈનટેન્સની કામગીરી હાથ ધરવાની હોય જેતપુરને શનિવારથી સોમવાર સુધી પાણી નહીં મળે

મેઘરાજાએ અનરાધાર હેત વરસાવી સૌરાષ્ટ્રના મોટાભાગના તમામ જળાશયો છલકાવી દીધા છે. પરંતુ સરકારી તંત્રની અણઆવડતના કારણે લોકોને નિયમીત પીવાનું પાણી મળતું નથી. એકયાબીજા કારણોસર જનતાને પાણી વિના રાખવામાં આવે છે. રાજકોટના આજે પાંચ વર્ષ વોર્ડમાં પાણી કામ ઝીંકવામાં આવ્યો છે. દરમિયાન આગામી શનિવારથી ત્રણ દિવસ સુધી જેતપુર-નવાગઢની જનતાને પાણી આપવામાં આવશે નહીં.

જેતપુર નવાગઢ શહેર વિસ્તારના નાગરીકોને પીવાનું પાણી પુરુ પાડતી ભાદર ડેમ-1 થી આવતી મેઇન લાઇનની મેઇન્ટેનન્સ કામગીરી કરવાની હોવાથી તા. ર6 થી ર8 એમ ત્રણ દિવસ સમગ્ર શહેર વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે. કામગીરી પુર્ણ થયે રાબેતા મુજબ પાણી વિતરણ શરુ કરવામાં આવશે તેવું જેતપુર નગરપાલિકા દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.સૌરાષ્ટ્રની જળ જરુરીયાત સંતોષતા તમામ જળાશયો બે મહિના પહેલા જ ઓવર ફલો થઇ ગયા છે. છેલ્લા દોઢ માસથી સતત ડેમ છલકાય રહ્યા છે. છતાં સરકારી તંત્ર દ્વારા લોકો પર અન્યાયી પાણી કાપ લાદવામાં આવી રહ્યા છે. એક યા બીજા કારણોસર લોકો પર પાણી કાપના કોરડા વિંઝવામાં આવી રહ્યો છે. જનતામાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.