Abtak Media Google News

પ્રદુષણ મામલે અરજી કરી વીડિયો વાયરલ કરવામાં

રબારીકા ગામના બે શખ્સ સહિત સાત સામે નોંધાતો ગુનો

જેતપુર શહેરના સરદાર ચોક ખાતે આવેલી ડિલક્ષ પાનની દુકાન પાસે  પ્રદુષણ પાણી બાબતે  કરેલી  અરજી અને વિડીયો વાયરલ  કર્યાનો ખાર રાખી યુવક પર ધોકા વડે  રબારીકા ગામના શખ્સ અને એક અજાણ્યા  શખ્સ સહિત સાત શખ્સો સામે  સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસમાંથી  વિગત મુજબ જેતપુર ભાદરના  સામાકાંઠે શિવપાન  સેન્ટરની બાજુમાં રહેતો યોગેશ સામંતભાઈ સાંજવા નામના યુવકે  જેતપુરના   રબારીકા  ગામનો વિપુલ હાથીભાઈ લાબુ,  રણજીત ઉર્ફે રાણો દિલુ બાબુ, યુવરાજભાઈ બસીયા,  આશિષ  ઉર્ફે ભૂરો  મેહુલ બારોટ, સાગર ઉર્ફે બુધો અને એક અજાણ્યા શખ્સે ધોકા વડે રામદેવ સામંતભાઈ સાંજવાને મારમાર્યાની સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં જણાવ્યા પ્રમાણે   રામદેવ    સાંજવાએ રબારીકા ગામના કાઠી દરબાર વિરૂધ્ધ પ્રદુષણ  પાણી બાબતની અરજી અને વીડીયો  પ્રદુષણ બોર્ડને કરતા હોઈ જે  બાબતનો રોષ રાખી સરદાર ચોક ખાતે ડિલક્ષ પાનની દુકાન ખાતે ધોકા વડે હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવ્યું હતુ.

પોલીસે વિપુલ હાથીભાઈ બાબુ સહિત સાત શખ્સો સામે કલબ  325 326  અને ધમકીની કલબ હેઠળ ગુનો નોંધી  પીએસઆઈ વી.સી.  પરમાર સહિતના  સ્ટાફે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.