Abtak Media Google News

શાપર વેરાવળ પાસેથી ટ્રકમાંથી 30.78 લાખના દારૂ સાથે રાજસ્થાની શખ્સ ઝડપાયો

20,520 બોટલ શરાબ ,ટ્રક અને મોબાઈલ મળી રૂ.40.88 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

રાજકોટ – ગોંડલ ધોરીમાર્ગ પર આવેલા શાપર વેરાવળ પાસે ઓવરબ્રિજ પર રાજસ્થાન પાર્સિંગ ના ટ્રકમાંથી રૂપિયા 30. 78 લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રકના ચાલકની ધરપકડ કરી છે. ટ્રક, મોબાઈલ અને દારૂ મળી ₹40.88 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. વિદેશી દારૂનો જથ્થો પંજાબ થી ભરી રાજસ્થાન પહોંચે તે પૂર્વે જ એલસીબીએ ઝડપી લીધો છે. વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં દારૂબંધીનો કડક અમલ કરવા એસ.પી જયપાલસિંહ રાઠોડએ આપેલી સૂચનાને પગલે એલસીબી ના પીઆઇ વી.વી . ઓડેદરા અને પી.એસ.આઇ.એસ.સી.ગોહિલ સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ કર્યું હતું

ત્યારે આરજે 39 જીએ 1437 નંબરના ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો આવી રહ્યા ની હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ જાડેજા ને મળેલી વાતમીના આધારે પીએસઆઇ ડી.જે .બળવા ,જે.યુ.ગોહિલ, એએસઆઈ મહેશભાઈ જાની, હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ વાઘેલા હ,પ્રહલાદસિંહ રાઠોડ ,નરેન્દ્રસિંહ રાણા ,અનિલભાઈ ગુજરાતી, રૂપકભાઈ બોહરા, પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ જાડેજા હ,રસિકભાઈ જમોડ અને  ભાવેશભાઈ મકવાણા સહિતના સ્ટાફે શાપર વેરાવળ નજીક ઓવરબ્રિજ વોંચ ગોઠવી હતી.

ત્યારે પૂરપાટ ઝડપે શંકાસ્પદ હાલતમાં નીકળેલા ટ્રકને અટકાવી તલાસી લેતા જેમાં રૂપિયા 30, 78 લાખની કિંમતના 20,520 બોટલ દારૂ સાથે રાજસ્થાનના ટ્રક ચાલક ધર્મરામ ચંદના રામ  નામના શખ્સની ધરપકડ કરી હતી પોલીસે ટ્રકમાંથી 855 પેટી દારૂ ,ટ્રક અને મોબાઈલ મળી રૂપિયા 40.88 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ઝડપાયેલા ધરમાં રામ ચંદના રામ નામના ટ્રક ચાલકની પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો પંજાબથી રામરામ સહન અને યાદશ નામના શખ્સે મોકલ્યો હોવાની અને જુનાગઢ પહોંચાડવાની   કબુલાત આપી હતી. પરંતુ જુનાગઢ પહોંચે તે પહેલા જ રાજકોટ એલસીબી એ વિદેશી દારૂનો જંગી ચડતો પકડાતા બુટલેગરોમાં અપ્લાત મચી જવા પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.