Abtak Media Google News

આલિયા ભટ્ટ ‘ગર્લ ગેંગ’ સાથે સંભવત: ઓસ્ટ્રેલિયા ઉપડી જવાની છે તો દીપિકા પડુકોન પરિવાર પાસે બેંગ્લોર જવાની છે

ક્રિસમસ આવી એટલે બોલીવૂડ સીતારાઓ પોત પોતાની રીતે ‘હોટ ફેવરીટ સ્પોટ’ ખાતે ઉજવણી કરવા ઉપડી ગયા છે. કે ઉપડી રહ્યા છે.

Advertisement

કેટરીના કૈફ અત્યારે લંડન પહોચી ગઈ છે. તેણે તેની નાની (ગ્રાંડમા) સાથેની સેલ્ફીપણ ઈન્સ્ટા પર પોસ્ટ કરી હતી. આનાથી ઉલટું અમેરિકાથી પ્રિયંકા ચોપરા મમ્મી ડો. મધુ ચોપરા સાથે ક્રિસમસ મનાવવા ઈન્ડિયા આવી ગઈ છે. તે ૨-૩ ફિલ્મોની ઓફર પર વિચાર કરી રહી છે. જેમાંએક ફિલ્મ ભારતીય અવકાશયાત્રી રાકેશ શર્માની બાયોપિક છે.

બાય ધ વે, પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટ હમણાં જ એક રેસ્ટોરન્ટમાં સાથે ડિનર લેતા જોવા મળ્યા હતા. આલિયા અને કેટરીના કૈફ વચ્ચે પણ સારા એવા બેનપણા છે.મોટે ભાગે કરણ જોહર નવા વર્ષની ઉજવણી ભારતની બહાર કરે છે. પણ આ વર્ષે પોતાના ટિવન્સ બાળકો યશ અને રૂહી સાથે ઘરે જ પાર્ટી કરશે. સોનમ કપૂર તહેવારની ઉજવણી બોયફ્રેંડ આનંદ આહુજા સાથે કરવાની છે. તેણે પોતાનો ન્યૂયર પ્લાન જાહેર નથી કર્યો.

અક્ષયકુમારે પરિવાર સાથે સા.આફ્રિકા જઈને નવા વર્ષની ઉજવણી કરવાનું નકકી કર્યંુ છે. દીપિકા પડુકોન કામની વ્યવસ્તતામાંથી સમય કાઢીને બેંગ્લોર એના માતાપિતા સાથે ન્યુયર સેલિબ્રેશન કરવાની છે. તો બોલીવૂડની કાયરા ઉર્ફે આલુ ઊર્ફે આલિયા ભટ્ટ પોતાની ‘ગર્લ ગેંગ’ સાથે સંભવત: ઓસ્ટ્રેલિયા ઉપડી જવાની છે. ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું યુનિટ રણબીર કપૂર, અમિતાભ બચ્ચન, અદિતી રાવ હૈદરી વિગેરે સાથે અમી ડીસેમ્બરે ક્રિસમસ મનાવી શકશે નહી તે બિઝા શિડયૂંલને કારણે ઓસ્ટ્રેલિયાના સીડની શહેરમાં જ રહેવાની છે. જો કે ઓસ્ટ્રેલીયાના સીડની શહેરમાં ક્રિસમસ મનાવવા માટે દુનિયાભરમાંથી પર્યટકો આવે છે. ખાસ કરીને સીડનીનાં જગવિખ્યાત હાર્બર બ્રિજ અને ઓપરા હાઉસ પરથી થતી ન્યૂયર આતશબાજી જોવા જેવી હોય છે.રણદીપ હૂંડા, પલ્લવી શારડા, ફરદીન ખાન, સાજીદ ખાન, રીતેશ અને જેનીલીયા દેશમુખ વિગેરે પણ ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ (બ્રિસબેન) અને સીડની જવાના છે. ફરદીને તો ત્યાં ‘હે બેબી’નું શુટિંગ પણ કર્યું હતુ.

આ સિવાય, ન્યૂલી મેરીડ કપલ સાગરિકા (ચક દે ગર્લ) અને ઝહીરખાન ૨૫મી ડીસેમ્બરે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં પર્થ સીટિ અને ત્યારબાદ ૩૧મી ડિસેમ્બરેક સીડનીમાં સેલિબ્રેશન કરવાના છે. સાગરિકા અગાઉ ફિલ્મ ‘ચક દે ઈન્ડિયા’ના શુટીંગ માટે ઓસ્ટ્રેલિયા આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.