Abtak Media Google News

અકારણ મરામતના જોખમને ઘટાડવા મદદ કરશે તથા મહત્વના પાર્ટસ પરથી જામેલી ધૂળને દૂર કરશે

જિયો-બીપીએ એક્ટિવ ટેકનોલોજી ધરાવતા પોતાના ડીઝલને લોંચ કરવાની ઘોષણા કરી છે, જે ભારતીય ગ્રાહકો માટે ડીઝલના માપદંડને મૂઠી ઊંચેરુ કરશે. નવું લોંચ કરાયેલું એડિટિવાઈઝ ડીઝલ, કંપનીના નેટવર્ક પર ઉપલબ્ધ છે, જે ટ્રકમાલિકોને વર્ષે રુ. 1.1 લાખ* પ્રતિ વાહને બચત કરાવી આપશે, જેના થકી ફ્યુઅલ ઈકોનોમીમાં 4.3%* સુધીનો સુધારો જોવા મળશે. આ નવું હાઈ પરફોર્મન્સ ડીઝલ ઓફરિંગ તમામ જિયો-બીપી આઉટલેટ્સ પર ઉપલબ્ધ રહેશે અને ભારતીય બજારમાં પહેલી જ વાર કોઈ વધારાના ખર્ચ વિના નિયમિત કિંમતે તે પ્રસ્તુત કરાશે.

એક્ટિવ ટેકનોલોજીથી સજ્જ જિયો-બીપી આઉટલેટ્સ ખાતેનું ડીઝલ ધૂળના જામવાને કારણે અકારણ મરામતના જોખમને ઘટાડવામાં મદદરૂપ થવાની સાથે એન્જિનના મહત્ત્વના પાર્ટ્સ પરથી જામેલી ધૂળને પણ દૂર કરે છે અને તેના પ્રવર્તમાન ઉપયોગ સાથે ધૂળને જમા થતી અટકાવે છે. તેની ડિઝાઈન કોમર્શિયલ વાહનોની એક વિશાળ રેન્જમાં કામ કરવા તૈયાર કરાઈ છે, અને તેનો સતત ઉપયોગ જારી રાખવાથી તે ડ્રાઈવર્સ તથા વાહન માલિકો માટે વ્યાપક લાભો પ્રસ્તુત કરે છે. તેનો ઉપયોગ ચાલુ રાખવાથી એન્જિનની શક્તિના પ્રસ્થાપન અને જાળવણીમાં મદદ મળે છે તેમજ સાથે-સાથે અકારણ મરામતના જોખમને પણ ઘટાડે છે.

જિયો-બીપીના સીઈઓ, હરિશ સી મહેતાએ જણાવ્યું હતું કે, અમારા માટે તો એકેએક ગ્રાહક મહત્ત્વના છે, તેમ છતાં ટ્રકમાલિકો હંમેશાથી જિયો-બીપીના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવતા આવ્યા છે. ટ્રકમાલિકોના ઓપરેટિંગ ખર્ચમાં અડધાથી પણ વધુ ભાગ ફ્યુઅલનો હોય છે, અને તેને જોતાં તેમના એકંદર વ્યાપાર પ્રદર્શનમાં ફ્યુઅલની અસરની મહત્ત્વતાને અમે સમજીએ છીએ. ફ્યુઅલ પરફોર્મન્સ તેમજ એન્જિન જાળવણી વિશે તેમની ચિંતાઓને દૂર કરવા, જિયો-બીપીએ આટલા વર્ષોથી સતત કાર્યરત રહીને શ્રેષ્ઠ ટેકનોલોજી વિકસાવી છે, જેના થકી શરુથી અંત સુધી કસ્ટમાઈઝ ઈંધણને તૈયાર કરી શકાય. આ ઈંધણ હાઈ પરફોર્મન્સ ડીઝલથી સજ્જ છે જેને ખાસ ભારતીય રોડ પર અને ભારતીય વાહનચાલન પરિસ્થિતિઓમાં દોડતા ભારતીય વાહનો માટે ડિઝાઈન કરાયેલું છે.

એન્જિનના મહત્ત્વના ભાગો, ખાસકરીને ફ્યુઅલ ઈન્જેક્ટર્સ જેવા તેના સંવેદનશીલ હિસ્સાઓ પર સમય જતાં ધૂળ જામવા લાગે છે. અદ્યતન ફ્યુઅલ ઈન્જેક્શન પ્રણાલિથી સજ્જ આધુનિક ટ્રક્સ આવી જામેલી ધૂળનો ભોગ બનવાનું જોખમ વધી જાય છે કારણ કે તેમનું ઈન્જેક્ટરનું કાણું ઘણું નાનું હોય છે. સ્ટાન્ડર્ડ ડીઝલની સાથે હાનિકારક ધૂળનું પણ સમય જતાં થર જામવા લાગે છે અને આ કાણાં પૂરાઈ જાય છે, જેના કારણે પિક-અપ ઘટે છે, ફ્યુઅલનો વપરાશ વધે છે અને તેના લીધે ઊંચો જાળવણી ખર્ચ પણ આવે છે.

જિયો-બીપી એક્ટિવ ટેકનોલોજીથી સજ્જ ડીઝલની ડિઝાઈન ખાસ ભારતીય વાહનો તેમજ વાહનચાલનની પરિસ્થિતિઓ માટે તૈયાર કરાઈ છે જેથી એન્જિન પર જામેલી હાનિકારક ધૂળ સામે લડીને તમે ડ્રાઈવ કરો તેની સાથે જ એન્જિનને સાફ કરી દે અને પહેલી વાર ભરાવો ત્યારથી જ કામ કરવા માંડે. અમારી એક્સક્લુઝિવ, આંતરરાષ્ટ્રીય સ્તરે વિક્સાવેલી એક્ટિવ ટેકનોલોજી બે રીતે ધૂળ સામે લડે છે:

એક્ટિવ મોલેક્યુલ્સ હાલ જામેલી ધૂળ સાથે જોડાઈ જાય અને તેને ખેંચીને એન્જિનના મહત્ત્વના ભાગમાંથી બહાર કાઢે. આ ધૂળ ફ્યુઅલ સાથે ભળી જાય અને પછી તેને એન્જિનમાં જ સુરક્ષિત રીતે બાળી કાઢે છે

એક્ટિવ મોલેક્યુલ્સ એન્જિનમાં સ્વચ્છ ધાતુની સપાટી સાથે જોડાઈ જઈને એક રક્ષાકવચનું નિર્માણ કરે છે, જે ધૂળને પછીથી ધાતુ પર ચોંટતા રોકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.