Abtak Media Google News

આજે જીવદયા પ્રેમીઓની અગત્યની બેઠક: પૂર રાહત યોજનામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં રૂબરૂ રાહત પહોંચાડાશે

ઉતર ગુજરાત-વિશેષ કરીને બનાસકાંઠા, દક્ષિણ રાજસ્થાનના જિલ્લાઓ અતિવૃષ્ટિથી ગ્રસ્ત છે, સંતપ્ત છે અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત વિસ્તારો માટે રાજકોટના જીવદયા પ્રેમીઓની ટીમ પહોંચી ગઈ છે. કુદરતના આ પ્રકોપથી પીડિત માનવોની સેવા તથા પશુઓને ચારો પુરો પાડવાનું સુકૃત અભિયાન આદરી દીધું છે. અસરગ્રસ્ત વિસ્તારોની પાંજરાપોળોનો સુકો ચારો ભીંજાઈને બિનઉપયોગી થઈ ગયો છે. તેમને લીલો ચારો મોકલાવવાનો પ્રબંધ કરવામાં આવ્યો છે. તેમા સાબરકાંઠાથી લીલી મકાઈ અને કડોદરા, સુરતથી શેરડીની ટ્રક ઉપલબ્ધ થઈ રહી છે. એક ટ્રક ચારાનો ખર્ચ ‚ા.૨૦,૦૦૦ છે જેનાથી પાંજરાપોળને ૧૦,૦૦૦ કિલો ચારો પહોંચે છે.

Advertisement

વિશ્ર્વની સૌથી મોટી પથમેડા ગૌશાળામાં ભયાનક પૂર બાદ અતિવિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગૌવંશના વાડામાં ચારેબાજુ જળપ્રલય સર્જાયો છે. ગૌધામ પથમેડાના સરક્ષક સંત ગોવિંદ વલ્લભદાસજી મહારાજ અને નંદદાસજી મહારાજના નેતૃત્વમાં અનેક ગૌસેવક, ગોવાળીયાઓ ગૌમાતાને બચાવવા અથાગ પ્રયાસ કરી રહ્યા છે પરંતુ સતત વર્ષા અને પૂરને લઈને લગભગ કોઈ વાડો ગૌવંશ માટે સુરક્ષિત નથી રહેવા પામ્યો તે જ રીતે નંદીશાળા, ગોલાસનમાં કે જયાં ૧૪૦૦૦ જેટલા અશકત, વૃદ્ધ અને બીમાર ગૌવંશ છે ત્યાં હાલત ખરાબ છે.

પશુ-પક્ષીઓ માટે ખોરાક, આશરો સુકો ચારો, રાજદાણ તથા સારવારની ખૂબ જ‚ર છે. સાધુ-સાધ્વી ભગવંતો જીવદયા પ્રેમીઓ, વિવિધ જૈન સંઘો, વર્ધમાન પરિવાર, સમસ્ત મહાજન, અર્હમ ગ્રુપ, એનીમલ હેલ્પલાઈન (રાજકોટ) સહિતના અનેક લોકો, સંસ્થાઓની ટીમ પુરગ્રસ્ત વિસ્તારોમાં પશુ-પક્ષીઓને બચાવવા, ઘાસ તથા દવા પહોંચાડી રહી છે. જાંબાઝ ટીમ અનેક અગવડો વેઠીને પણ વિશેષ વાહનો, દવા, ચણ, અન્ય સાધન સામગ્રી, રેસ્કયુ માટે વિશેષ સાધનો સાથે બનાસકાંઠા વિસ્તાર, પથમેડા તેમજ અન્ય પૂરગ્રસ્ત વિસ્તારમાં મદદ‚પ રવાના થઈ ચૂકી છે. આ વિસ્તારોની તમામ ગૌશાળાઓ, પાંજરાપોળોમાં પણ યથાયોગ્ય સહાય મોકલાઈ રહી છે. ધી‚ભાઈ કાનાબાર, રજનીભાઈ પટેલ સહિતના જીવદયા પ્રેમીઓ ત્યા ‚બ‚ પહોંચ્યા છે. ગુજરાત સરકારના સ્ટેટ એનીમલ વેલફેર બોર્ડના ડાયરેકટર મિતલ ખેતાણી, એનીમલ હેલ્પલાઈનના પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠકકર, જૈન શ્રેષ્ઠી ચંદ્રકાંતભાઈ શેઠ વિગેરેની ટીમ દ્વારા પશુ-પક્ષીઓના રેસ્કયુ માટે રાજયવ્યાપી કંટ્રોલ ‚મ પણ વિવિધ સંસ્થાઓના સથવારે ચાલુ કરાયો છે.

સમગ્ર આયોજન અંગે ચંદ્રકાન્તભાઈ શેઠ, ડોલરભાઈ કોઠારી, જગદીશભાઈ ભીમાણી, ડો.પ્રભુદાસ તન્ના, વિનુભાઈ ડેલાવાળા, ઘનશ્યામભાઈ ઠકકર, રાજેન્દ્રભાઈ શાહ, ભરતભાઈ ભીમાણી, મયુરભાઈ શાહ, મીલનભાઈ મીઠાણી, જયંતીભાઈ નગદિયા, હરેશભાઈ શાહ, પ્રકાશભાઈ શાહ, એડવોકેટ કમલેશભાઈ શાહ, રાજુભાઈ શાહ, મનોજભાઈ ડેલીવાળા, પ્રફુલભાઈ ઘાટલીયા, રાહુલભાઈ ખીવસરા, પ્રકાશભાઈ મોદી, તુષારભાઈ મહેતા, દિલીપભાઈ સોમૈયા, સેતુરભાઈ દેસાઈ, ભુપતભાઈ છાંટબાર, ભાસ્કરભાઈ પારેખ, રજનીભાઈ ગાંગડીયા, જગદીશભાઈ સોની, ભરતભાઈ સુરેજા, દિનેશભાઈ ધામેચા, ચંદુભાઈ રાયચુરા, વિજયભાઈ શાહ, ભીખુભાઈ ભરવાડા, ચંદ્રેશભાઈ પટેલ સહિતના લોકો જહેમત ઉઠાવી રહ્યા છે.

વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯), પ્રતિક સંઘાણી (મો.૯૯૯૮૦ ૩૦૩૯૩), રમેશભાઈ ઠકકર (મો.૯૯૦૯૯ ૭૧૧૧૬), ધી‚ભાઈ કાનાબાર (મો.૯૮૨૫૦ ૭૭૩૦૬), નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.