Abtak Media Google News

વિશ્વના ધનાઢયોમાંના એક દુબઇના રાજવી પરિવારનો વધુ એક વિખવાદ દુનિયા સામે ખુલ્લો પડયો

એક સમયે ભુખમરાની સ્થિતિમાં રહેલા અરબસ્તાનમાં ફ્રુડ નીકળવાના કારણે ચોતરફ જાહોજલાલી છવાઇ જવા પામી હતી. આ જહોજલાલીમાં ત્યાંના રાજાઓ, શેખો બેફામ બનીને સોનાથી મઢેલા મહેલોમાં દોમદોમ સાહયબીમાં રહેવા લાગ્યા હતા. પરંતુ, આ સોનાની દુનિયા જેમમના પરિવારજનો માટે ગુંગળામણ સમાનું પુરવાર થવા લાગી હતી. જેથી, ગુજરાતી કહેવત ‘અબકનું એટલું સોનુ નથી હોતુ’ જે ન્યાયે સોનાની દુનિયામાં રહેતા દુબઇના રાજવી પરિવારમાં અનેક પારિવારીક વિખવાદો બહાર આવ્યા હતા. પહેલા ભાગી ગયેલી િ૫્રન્સેસની ભારત સરકારે તેની ભાળ મેળવીને પરત સોંપીને દુબઇના રાજવીની શાખ બચાવી હતી. જેના બદલામાં દુબઇએ ઓગષ્ટા ચોપર કૌભાડના આરોપીનો ભારતને કબ્જો આપ્યો હતો. ત્યાં હવે દુબઇના રાજવી દંપતિનો વિવાદ બ્રિટનની કોર્ટમાં ન્યાયના એરણે ચડયો છે.

વિશ્ર્વભરમાં ભારે ચકચારી બનેલા શાહી કંકાસ ના આ મામલામાં સીત્તેર વર્ષના દુબઇના રાજા શેખ મોહમ્મદ બીન રશીદ અલ મબ્દુમની ૪પ વર્ષની પત્ની રાજકુમારી હયાએ પોતાના બે બાળકોના કબ્જા અને પતિ વિરુઘ્ધ કાર્યવાહીની દાદ માટે લંડનની કોર્ટમાં કરેલા કેસની સુનાવણી શરુ થઇ છે.

આ મામલો અંગે જાણવા મળતી વિગતો મુજબ દુબઇના શાહી દંપતિ વચ્ચે બાળકોના વાલી પણા અને તેમનું ભવિષ્ય સુનિશ્ર્ચિત કરવા માટે ના આ કાનુની જંગની સુનાવણી ન્યાયમુર્તિ એનયુ. ના વડપણ હેઠળ વોલ્સની ઇગ્લેન્ડ હાઇકોર્ટના પારિવારિક ન્યાય વિભાગની અદાલતમાં થઇ રહી છે. લંડનની રોયલ કોર્ટ ઓફ જસ્ટીસ કોમપ્લેકસમાં મંગળવારથી આ શાહી કેસની સુનાવણી શરુ થઇ છે. અદાલતે પત્રકારોને રાજકુમારી હયા દ્વારા દાખલ કરવામાં આવેલા આ મુકદમાની વિગતોનું કવરેજ કરવાની અનુમતિ આપી છે.

અદાલતમાં પ્રતિસાદી બનેલા શેખ મોહમ્મદની બાળકોને પરત દુબઇ લઇ જવાની અરજી પણ ગ્રાહય રાખી હતી. જોડનના પૂર્વ રાજા હુસેનની પુત્રી અને રાજકીંગ અબ્દુલ્લાની બહેન રાજકુમારી હયાના લગ્ન દુબઇના શેખ મોહમ્મદબિન રશીદઅલ મખ્દુમ સાથે થયા હતા. રાજકુમારી હયાએ પતિ ગૃહેથી છુટકારો મેળવવા બે બાળકો સાથે ઇગ્લેન્ડમાં શરણ લીધું હતું. દંપતિ વચ્ચે અત્યારે સગીર બાળકોના વાલી પણા માટે કાનુની જંગ મંડાયો છે. અને આ મામલે પક્ષકારો દ્વારા કોઇપણ ત્રાહિત વ્યકિતને આ મામલે અદાલતના માઘ્યમથી નિમણુંક કરવામાં આવી છે. હયાએ પતિ સામે શારીરીક માનસીક ત્રાસ અને પત્ની તરીકે પોતાના અધિકારો અને બાળકોના ભવિષ્યની સુરક્ષાની માંગણી કરી છે.

અદાલતે આ મામલામાં શેખ મોહમદના વકીલ દ્વારા કરવામાં આવેલી કેટલીક અયોગ્ય માંગણીઓ ને ઠુકરાવી દેવામાં આવી હતી. વકીલે આ કેસની વિગતો ગુપ્ત રાખવાની માંગણી કરી હતી તેની સામે અદાલતે આવા મામલાઓ જાહેર હિતમાં અને અદાલતની સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શક રીતે થાય તેવું વલણ અપનાવ્યું હતું. ન્યાયામૂતિએ આ કાનુની કાર્યવાહી દરમિયાન ઇગ્લેન્ડના માત્ર માન્યે અને એફેફીટેશન કાર્ડ હોલ્ડર પત્રકારોને જ આ કેસની સુનાવણી દરમિયાન હાજર રહેવાની મંજુરી આપી હતી.

રાજકુમારી હયા કોર્ટમાં પોતાના વકીલ ફિયોન સાથે ઉ૫સ્થિત રહી હતી. આ વકીલે ઇગ્લેન્ડના ગાદી વારસ પ્રિન્સ ચાર્લ્સ અને ડાયનાના છુટાછેડા વખતે પણ જોડાયો હતાં. શેખ મહેમુદે પોતાના વકીલ તરીકે હેલેન વોર્ડ કે જેણે પોપસ્ટાર મેડોના અને રેસલર એસલેબસ્ટોનના રાજવી કોર્ટમાં ઉ૫સ્થિત રહ્યા ન હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.