Abtak Media Google News

કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયલના પ્રયાસ પર પશ્ર્ચિમ રેલવેના ભાવનગર ડીવીઝન પર જુનાગઢ અને સત્તાધાર સ્ટેશનો વચ્ચે (નાની લાઇન) પરિક્રમા મેળા દરમિયાન મુસાફરોની સુવિધા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યા છે. મેળા દરમિયાન ૧૮ થી ર૪ નવેમ્બર સુધી જુનાગઢ-સત્તાધાર સ્ટેશનો વચ્ચે પ્રતિદિવસ સ્પેશ્યલ ટ્રેન ચલાવવામાં આવે છે. વધુમાં  ૧૮, ૨૦,૨૧, ૨૩ અને ૨૪ નવેમ્બર (પાંચ ટ્રીપ) ને રાજકોટ-જુનાગઢ સ્પેશ્યલ ટ્રેન ચલાવવામાં આવશે. સોમનાથ-જુનાગઢ વચ્ચે ૧૮ થી ર૪ નવેમ્બર ૨૦૧૮ સુધી (કુલ સાત ટ્રીપ) બંને દિશાઓમાં પ્રતિદિન સ્પેશ્યલ ટ્રેન ચલાવવામાં આવશે.

આનાથી ટ્રેન નંઉ ૨૨૯૫૭/૨૨૯૫૮ વેરાવળ- અમદાવાદમાં ૧૮ થી ર૪ નવેમ્બર સુધી એક થર્ડ એસી, એક સ્લીપર તથા એક જનરલ કોચ, ટ્રેન નં. ૧૯૧૧૯/૧૯૧૨૦ અમદાવાદ-સોમનાથમાં ૧૮ થી ર૪ નવેમ્બર ૨૦૧૮ સુધી ચાર જનરીલ કોચ, ટ્રેન નં. ૫૯૫૦૭-૫૯૫૦૮ સોમનાથ-રાજકોટ ૧૮ થી ર૪ નવેમ્બર સુધી ચાર જનરલ કોચ, ટ્રેન નં. ૧૧૪૬૩/૧૧૪૬૪/૧૧૪૬૬ જબલપુર-સોમનાથ એકસપે્રસ માં ૧૮ થી ર૪ નવેમ્બર સુધી એક જનરલ કોચ તથા મીટર ગેજમાં ૫૨૯૫૧/૫૨૯૫૨ જુનાગઢ-દેલવાડા તથા ૫૨૯૫૬/૫૨૯૫૫ જુનાગઢ-ધારી ટ્રેનોમાં ૧૮ થી ર૪ નવેમ્બર સુધી એક જનરલ કોચ વધુ લગાડવામાં આવશે. જેથી મેળા દરમિયાન આવવા-જવાવાળા મુફાસરોની યાત્રા આરામદાયક રહેશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.