Abtak Media Google News

જૂનાગઢ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા છેલ્લા થોડા દિવસોથી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા કાળવા ચોક ખાતે ધરણા યોજવામાં આવી રહ્યા હતા.સફાય કામદારોની મુખ્ય માંગણી કોન્ટ્રાક્ટ પધ્ધતિ હટાવી મહાનગરપાલિકા દ્વારા ફીક્સ અથવા રોજમદાર કર્મચારી સાથે મહાનગરપાલિકા દ્વારા વહીવટી કામગીરી કરવામાં આવે આ ઉપરાંત સફાઈ કામદારો દ્વારા ૧૪ જેટલા પ્રશ્નો અંગે આ ઉપવાસ આંદોલન ચલાવાઈ રહ્યું હતું અને ઉપવાસ દરમિયાન મનપાના મેયર સહિતના પદાધિકારીઓએ ઉપવાસી છાવણીની મુલાકાત પણ લીધી હતી અને સત્વરે યોગ્ય કરવામાં આવશે તેવી હૈયાધારણા આપી હતી.

પરંતુ પદાધિકારીઓએ આપેલ હૈયા ધારણા છતાં યોગ્ય ન થતા ગઈ કાલે મનપાના ઉપવાસી કર્મચારીઓ વધુ નારાજ થઈ મનપાના જનરલ બોર્ડના સમયે મનપા કચેરી ખાતે ધસી ગયા હતા અને ચાલુ જનરલ બોર્ડમાં પ્રેક્ષક લોબી માંથી સૂત્રોચ્ચારો પણ કર્યા હતા.

દરમિયાન ગયકાલે સાંજના મનપાના કમિશનર તુષાર સુમેરા, મેયર ધીરુભાઈ ગોહેલ,ની અધ્યક્ષતામાં ડે. મેયર હિમાંશુ પંડ્યા, કોર્પોરેટર ચેતનાબેન ચુડાસમા , એભાભાઈ કટારા, ગીતાબેન પરમાર, પુનિતભાઈ શર્મા સહિતના કોર્પોરેટરો તથા મનપાના અધિકારીઓ ઉપવાસી છાવણી ખાતે પહોંચ્યા હતા અને ઉપવાસી છાવણીના આગેવાનો દિનેશભાઈ ચુડાસમા, મોહનભાઈ પરમાર કર્મચારી યુનિયનના પ્રમુખ વિજયભાઈ વાળા, દલિત સેનાના પ્રમુખ ધર્મેશભાઈ પરમાર, સંજયભાઈ સોલંકી, સહિતના આગેવાનો સાથે કર્મચારીઓની વિવિધ માંગણીઓ અને પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી સત્વરે યોગ્ય કરવામાં આવશે.તેવી ખાતરી આપવામાં આવતા ઉપવાસીઓએ મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓના હસ્તે પારણા કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.