Abtak Media Google News

13 કોરોના વાયરસ કોવિડ-19  મહામારી અંતર્ગત સરકાર દ્વારા  તા. 18 મે  સુધી  દિશા નિર્દેશો જારી કરાયા છે.જૂનાગઢ જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. સૈારભ પારઘીએ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં તા. 12 મે ના 12 કલાક થી  તા. 18 મે  સુધી ફોજદારી કાર્યરીતી અધિનિયામ  1973 ની કલમ 144 ધ ગુજરાત એપીડેમીક ડીસીઝ કોવિડ  19 રેગ્યુલેશન 2020 અને   ધી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005  હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.આ જાહેરનામા મુજબ સમગ્ર જિલ્લામાં આ સમયગાળા દરમિયાન તમામ શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરિયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વીમીંગ પુલ અને અન્ય મનોરંજક સ્થળો બંધ રહેશે. એ.પી.એમ.સી.માં ફક્ત શાકભાજી તેમજ ફળફળાદીનું જ ખરીદ વેંચાણ થઇ શકશે, તે દરમિયાન કોવિડ-19 સંબંધિત માર્ગદર્શક સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

Advertisement

લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 50 વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે. અંતિમક્રિયા, દફનવિધી માટે મહત્તમ 20 (વીસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. સમગ્ર જિલ્લામાં સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, RTPCR TEST  સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેક્શન સેવાઓ બેંકોનું ક્લીયરીંગ હાઉસ, એ.ટી.એમ./ સી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઇન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50 ટકા સુધી સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્ક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહી.સમગ્ર જિલ્લામાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો, મેળાવળાઓ સદંતર બંધ રહેશે. જિલ્લામાં પ્રેક્ષકોની ઉપસ્થિતી વગર સ્પોર્ટ કોમ્પ્લેક્ષ, સ્પોર્ટર્સ સ્ટેડીયમ, સંકુલમાં પ્રેક્ષકો વગર રમતગમત ચાલુ રાખી શકાશે. જિલ્લાના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે બંધ રહેશે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજાવિધી  ધાર્મિક સ્થાનોના સંચાલકો,  પૂજારીઓ દ્વારા જ કરવાની રહેશે. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ 50 ટકા પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. અન્ય રાજ્યોમાંથી જૂનાગઢ જિલ્લામાં પ્રવેશ કરતાં મુલાફરોને છઝઙઈછ ઝયતિં સંબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સુચનાઓ લાગુ રહેશે. તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.