Abtak Media Google News

 

બૂથ લેવલ અવરનેશ ગ્રુપના વડાઓને અંતિમ બેઠક સંબોધતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રચિત રાજ

 

જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર મતદાનનો વિક્રમ સર્જવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રચિત રાજે બૂથ લેવલ અવરનેશ ગ્રુપના વડાઓ સાથે અંતિમ બેઠક યોજી, 82 ટકા રેકોર્ડ બ્રેક મતદાનના લક્ષ્યાંક પાર પાડવા માટે યુદ્વના ધોરણે કામગીરી કરવા અને એક-એક મતદાર સુધી મતદાન જાગૃતિ અભિયાન લઈ જવા માટે નિર્દેશ આપ્યા હતા, તથા ખાસ કરીને ઓછુ મતદાન ધરાવતા મતદાન મથકો ઉપર વધુ ધ્યાન કેન્દ્રીય કરીને મતદારોને મતદાન મથક સુધી લાવવા અને મતદાન માટે પ્રેરિત કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું.

જિલ્લા ચૂંટણી અધિકારી રચિત રાજે જણાવ્યું કે, જૂનાગઢ જિલ્લાના શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં લોકો માટે મતદાનનું ઉત્સુક્તાનું વાતાવરણ સર્જાયું છે. સાથે જ લોકોને ચૂંટણી પ્રક્રિયા સંબંધિત જાણકારી આપવામાં આવી રહી છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં ગ્રાસ રૂટ પર આંગણવાડી કાર્યકર, આશા બહેનો, સખી મંડળના બહેનો સહિતના કર્મચારીઓ સક્રિયાપણે મતદાન જાગૃતિ અભિયાનોને દરેક મતદાર સુધી પહોંચાડી રહ્યા છે. ત્યારે મતદાન દિવસ એટલે 1લી ડિસેમ્બર આડે હવે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે પુરા જુસ્સા સાથે કામગીરી કરી લોકોને મતદાન માટે પ્રેરિત કરીએ, આ સાથે ઇફલત દ્વારા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પ્રચાર માટે આયોજિત સામુદાયિક ભોજન ઉપરાંત રોકડ, ભેટ જેવા અન્ય કોઇ પણ પ્રલોભનોથી દૂર રહેવા માટે મતદારોમાં નૈતિક મતદાનનો સંદેશ પહોંચાડવામાં આવી રહ્યા છે.
આમ, સતત મતદાન જાગૃતિ અભિયાનથી મતદારોમાં એક સકારાત્મક વાતાવરણનું નિર્માણ થયું છે.

મતદાનના દિવસે મતદાનની ટકાવારી પર દેખરેખ રાખવા માટે કંન્ટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવશે. જેમાં ઇફલત ટીમના વડાઓ હાજર રહેશે. ઓછુ મતદાન ધરાવતા મતદાન મથકો પર મતદાન વધે માટે બુથ અવેરનેશ ટીમ દ્વારા પ્રયાસ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.