Abtak Media Google News

 

ભોજનમાં ઉંઘના ટીકડા નાખી તરૂણી એટીએમ  કાર્ડ,  ક્રેડીટ કાર્ડ અને  મોબાઈલ સહિતની મતા લઈ રફુચકકર

 

સંતાનો અને ખાસ કરીને દીકરી ઉપર મુકાતા આંધળા વિશ્વાસનો છેદ ઉડાડતો એક કિસ્સો જુનાગઢ શહેરમાં બહાર આવ્યો છે. જેમાં માતા-પિતાને ભોજનમાં ઘેનની દવા ખવડાવી, વ્હાલ સોઇ દીકરી એટીએમ, ક્રેડિટ કાર્ડ તથા ઘરના બધા મોબાઈલ લઈનેજુનાગઢથી રાજકોટ અને ત્યાંથી હવાઈ માર્ગે રાયબરેલી પહોંચી ગઈ હોવાની વાત સોશિયલ મીડિયામાં જોર સોરથી ચર્ચાઈ રહી છે.

જૂનાગઢ મહાનગરમાં ચર્ચાતી વિગતો મુજબ અહીંના કૃષિ યુનિવર્સિટી નજીકની એક સોસાયટીમાં રહેતા નોકરીયાત પરિવારની સત્તર વર્ષીય દીકરી પોતાના માતા-પિતાના ભોજનમાં ઘેનની દવા ભેળવી, માતા-પિતાને ઊંઘતા મૂકી, ગત તારીખ 7 ડિસેમ્બરના રોજ માતા પિતાના ફોન તથા ઘરમાં રહેલા ક્રેડિટ કાર્ડ અને એટીએમ લઈને ઘરેથી છનનન થઈ ગઈ હતી. ઊંઘમાંથી બહાર આવ્યા બાદ માતા-પિતા એ આડોશી પાડોશીને પૃરછા કરી હતી પરંતુ દીકરીના સમાચાર કે સગડ હાથ ના લાગતા દીકરીના માતા-પિતા એ પોલીસને જાણ કરી હતી.

જે બાબતે પોલીસે પણ તાત્કાલિક દીકરીની તપાસ આદરી હતી, ત્યારે રાજકોટની માધાપુર ચોકડી ખાતે આ દીકરીનું લોકેશન મળ્યું હતું અને ત્યાંથી તે પ્લેનમાં રાયબરેલી પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે બાદમાં આ દીકરીએ  ડિજિટલ વોલેટ મારફત કેટલાક પેમેન્ટ કર્યા હોવાનું અને એટીએમ માંથી પણ ઘણા ટ્રાન્જેક્શન થયા હોવાનું પણ સામે આવ્યું છે.

એક દીકરી દ્વારા પોતાના માતા પિતાને ઘેનની દવા ભોજનમાં નાખી, ઊંઘતા મૂકી ખૂબ જ ચાલાકીથી છનન થઈ જનાર આ યુવતીના પ્રકાશમાં આવેલ કિસ્સા બાદ જુનાગઢ વિહીપના આગેવાનો દીકરીના ઘરે પહોંચ્યા હતા અને તેમના માતા-પિતાને મળી વિગતો જાણી, સાંત્વના આપી છે.

જો કે જેમના પર અખૂટ વિશ્વાસ હોય તેવી દીકરીએ આવું પગલું કેમ ભર્યું ? તે અંગે હજુ તેમના વાલીઓ પણ અસ્મજસમાં છે. સંતાનો પર મૂકવામાં આવેલ વિશ્વાસની ક્રૂર હત્યા કરતા આ કિસ્સો અત્યારે સોશિયલ મીડિયામાં ફોટા સાથે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અને આ બાબતે ભારે ચર્ચાઓ ચાલી રહી છે. બીજી બાજુ આવું પગલું ભરનાર દીકરી ક્યાં છે ? તેની ભાડ મેળવવા દીકરીના માતા પિતા રડી રડીને ન સુકાથી આંખો સાથે છેલ્લા ત્રણ દિવસથી આકાશ પાતાળ એક કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.