Abtak Media Google News

જૂનાગઢના  વૃદ્ધે ફાસ્ટ ટેગમાં કરેલ રિચાર્જના રૂ. 400 પરત મેળવવા ગૂગલમાં હેલ્પ લાઈન નંબર સર્ચ કરી કોલ કરતા છેતરાયા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.  ગઠીયાએ વૃદ્ધ પાસે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રૂ. 99,993 ટ્રાન્સફર કરાવી લીધા હોવાની સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે.

Advertisement

ગુગલમાં હેલ્પલાઈન નંબર સર્ચ કરી કોલ કરતા એપ્લીકેશન ડાઉનલોડ કરાવી ગઠીયાએ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધા

જુનાગઢના મોતીબાગ વિસ્તારમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા અતુલકુમાર હરિલાલ મકવાણા એ ફોન પે એપ્લિકેશન મારફતે 400 રૂપિયા ફાસ્ટ ટેગમાં રિચાર્જ કરવા માટે ટ્રાન્જેક્શન કર્યા હતા. પરંતુ તેના ખાતામાંથી ડેબિટ થયેલ આ રૂપીયા ફાસ્ટ ટેગમાં જમા ન થતા તેમણે ગૂગલ માંથી સર્ચ કરીના હેલ્પ લાઇન નંબર શોધ્યા હતા,

કોલ કરતા સામેવાળી વ્યક્તિ એ રસ્ટ ડેસ્ક રિમોટ ડેક્સ સ્ટોપ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવવાનું જણાવ્યું હતું. જે એપ્લિકેશન અતુલકુમાર મકવાણા એ ડાઉનલોડ કરતાની સાથે જ ઓનલાઇન બે ટ્રાન્જેક્શન માં રૂ. 99,993 રાહુલ નામના ફોન પે નંબર પર ટ્રાન્સફર થઈ જતા અતુલકુમાર મકવાણાને ફોન પર મેસેજ આવ્યા હતા અને તરત જ સામેવાળા ગઠિયાએ ફોન કટ કરી નાખ્યો હતો.

બાદમાં અતુલકુમાર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતાં તેમણે સાયબર ક્રાઇમમાં ગઠિયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.