Abtak Media Google News

કેરબો હટાવવા બાબતે મહિલાને નાક પર બચકુ ભરી લીધું

જૂનાગઢના ખલીલપુર રોડ ઉપર આવેલ રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટમાં પાણી ભરવા બાબતે બે દંપતિઓ વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. જેમાં એક મહિલાએ બીજી મહિલાને નાક પર ભટકું ભરી માર મારી ફેક્ચર કરી દેતા આ મામલો પોલીસ સ્ટેશનને પહોંચ્યો હતો.

Advertisement

જૂનાગઢના ખલીલપુર રોડ ઉપર આવેલ રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટમાં બ્લોક નં 402 માં રહેતા અલપેશભાઈ બાલમુકુંદભાઇ નિમાવત (ઉ.વ 40)  ની પત્ની નગરપાલિકાના નળમાં પાણી ભરવા ગયેલ, ત્યારે તેના જ એપાર્ટમેન્ટમાં રહેતા ચંપાબેન કમલેશભાઈ પ્રજાપતિનો પાણીનો કેરબો પડેલ હતો, તે હટાવેલ તે બાબતે ફરીની પત્ની સાથે ચંપાબેન અને કમલેશભાઈ એ બોલાચાલી કરેલ ત્યારે અલ્પેશભાઈ આ બાબતે કમલેશભાઇને સમજાવા ગયેલ ત્યારે  કમલેશભાઇ એ ઉશ્કેરાઇ જઇ અલ્પેશભાઇને કાન પાસે પથ્થર મારી દેતા ઈજા થયેલ, તથા અલ્પેશભાઈની પત્નીને ચંપાબેને નાક પર બટકુ ભરી, પછાડી દઈ, માર મારી ડાબા હાથમાં ફેક્ચર કરી દેતા દંપતીને હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી, આ સાથે ચંપાબેન અને કમલેશભાઈ એ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાની પોલીસ દફતરે નોંધાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.