Abtak Media Google News

13 વર્ષ પહેલા જમીનના વિવાદમાં કુટુંબીજનનું ઢીમ ઢાળી દીધું તું

ગોંડલ તાલુકાના મોટાદડવા ગામે 13 વર્ષ પહેલા પિતા પુત્ર એ મળી સંબંધી પર કુહાડી અને લાકડી વડે હુમલો કરી હત્યા નીપજાવવાની ઘટનાનો કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતા ન્યાયમૂર્તિ એ બંને આરોપી પિતા પુત્રને આજીવન કેસની સજા ફટકારી હતી.

Advertisement

પ્રાપ્ત વિગતો મુજબ મોટા દળવા ગામે રહેતા જાદવભાઈ વશરામભાઈ કાપડિયા ઉપર કૌટુંબિક સગા હંસરાજ ચોથાણી તેનો પુત્ર રધુ ચોથાણીએ જમીનમાં પાણીના નિકાલા બાબતે બોલાચાલી કરી કુહાડી તથા લાકડી વડે હુમલો કરી મોત નીપજાવી દેતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી

કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવેલી સબબ ઉપરોકત કેસ સેસન્સ અદાલત ગોંડલ ખાતે કમીટ થતાં સરકારી વકીલ ઘનશ્યામભાઇ કેશવજીભાઇ ડોબરીયા દ્વારા સરકાર  તરફે દસ્તાવેજી પુરાવો રજુ કરવામાં આવેલ અને ત્યારબાદ સરકાર તરફે કુલ 19 સાહેદો તપાસવામાં આવેલ અને સદર કેસમાં અનુક્રમે સરકારી વકીલ જી.કે. ડોબરીયા તથા સરકારી વકીલ ટી.એસ. માથુર (હાલ મદદનીશ સરકારી વકીલ રાજકોટ) દ્વારા અનુક્રમે મૌખિક પુરાવો લેવામાં આવેલ. સેન્સસ અદાલતે મુખ્યત્વે ફરીયાદીની જુબાની તથા ડોકટરની જુબાની તથા અન્ય સાહેદોની જુબાનીને પુરાવામાં ગ્રાહય રાખેલ તેમજ સરકાર દ્વારા કરવામાં આવેલ ધારદાર દલીલો ઘ્યાને લઇ આરોપી પિતા પુત્ર રઘુભાઇ હંસરાજભાઇ ચોથાણી તથા હંસરાજભાઇ ચોથાણીને ભારતીય દંડ સહીતાની કલમ 302 મુજબના ગંભીર ગુન્હામાં તકસીરવાન ઠરાવી તા. 21/2/23 ના રોજ નામદાર સેસન્સ જજ આર.પી. સિંધ રાવઘ સાહેબે આજીવન કેદની સજા ફરમાવવાનો હુકમ કરેલ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.