Abtak Media Google News

પોલીસ અધિકારીઓના મોબાઈલ નંબર જાહેર કરાયા

જુનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક  સૌરભ સિંઘ દ્વારા લોક ડાઉનના કપરા સંજોગોનો લાભ લઈ લોકોને પરેશાની કરતા વ્યાજખોરોને નાથવા તેમજ વ્યાજખોરીનો ભોગ બનતા લોકોને મદદરૂપ થવા હવે જુનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ દ્વારા તાજેતરમાં વ્યાજખોરો દ્વારા લોકોને હેરાન કરવાના બનાવો દરેક જગ્યાએ વધેલા હોવાની ફરિયાદો આવતી હોય, પ્રજાની મદદ કરવાની અને તેઓને કોઈ વ્યાજખોરો તરફથી બળજબરી કરવામાં આવતી હોય, વ્યાજના હપ્તાઓ માટે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય, બળજબરીથી નાણાં કઢાવવા માટે ધમકીઓ આપવામાં આવતી હોય કે ગેરકાયદેસર વ્યાજ વટાવનો ધંધો કરવામાં આવતો હોય, તેઓની લોક ડાઉનમા છૂટછાટ આપ્યા બાદ છેલા બે મહિના લોકોના કામધંધા બંધ હોઈ, વ્યાજખોરો દ્વારા હપ્તાની ઉઘરાણી કરવામાં આવતા હોવાની, જેને લીધે વ્યાજખોર દ્વારા લોકોને ત્રાસ આપતા હોવાની ઉપરાંત વ્યાજખોરનું વ્યાજ નહીં ચૂકવી શકવાના કારણે મિલકતો પડાવવાના કારસાઓ કરતા હોવાની હકીકતો ખાનગી રાહે જાણવા મળતા, જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા વ્યાજખોરીના ત્રાસથી કોઈ વ્યક્તિને હેરાનગતિ હોય તો, એન.બી.બારોટ, પો.ઇન્સ., સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ મોબાઈલ નંબર  ૯૯૦૯૭ ૧૫૪૩૧ તથા આર.સી. કાનામીયા, પો.ઇન્સ., લોકલ ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ મોબાઈલ નંબર ૯૯૧૩૩ ૭૭૩૨૨  ઉપર અથવા પોલીસ કંટ્રોલ રૂમ, જૂનાગઢનો સંપર્ક કરવા જણાવવામાં  આવેલ છે. ફોન કરનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે અને તેની ઓળખ ક્યાંય પણ જાહેર કરવામાં આવશે નહીં. તેમ જૂનાગઢ પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.