Abtak Media Google News

ત્રણ શખ્સોને અદાલતે પાંચ દિવસના રિમાન્ડ પર સોપ્યા:  સાત માસ સુધી  નવ શખ્સો દ્વારા  સામુહિક  બળાત્કાર  ગુજાર્યો

જુનાગઢ પંથકની ધોરણ આઠમાં ભણતી એક સગીરાને છરીની અણીએ ધમકી આપી, છેલ્લા પાંચ માસથી નહિ પણ 7 માસથી કુલ 9 નરાધમ શખ્સોએ દુષ્કર્મ આચાર્યા હોવાની, સમાજ માટે શરમજનક અને ધૃણાસ્પદ બાબત પોલીસમાં ખુલતા પોલીસે સગીરા પરના ગેંગ રેપ કેસમાં કુલ 9 નરાધમ શખ્સોને ઝડપી લઇ પોષકો સહિતની કલમો અંતર્ગત કડક કાર્યવાહી હાથ ધરી છે. તથા પોલીસે અગાઉ પકડાયેલા 3 શખ્સોને કોર્ટ સમક્ષ રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવી સઘન તપાસ અને પૂછપરછ આદરી છે. બીજી બાજુ ભણવાનું નામ લેતા ફફડતી આ બાળાને પીંખનાર 9 નરાધમ શખ્સો સામે  ભારે ફિટકાર વરસી રહ્યો છે.

જુનાગઢ પંથકમાં રહેતા એક પરિવારની 15 વર્ષીય સગીર વયની દીકરી  સ્કુલે જતી ત્યારે તથા સગીરા એકલી ઘર બહાર નીકળતી ત્યારે 3 નરાધમ યુવકો  ભોગ બનાર સગીરાની પાછળ-પાછળ જઇ સગીરાને બદઇરાદાથી હેરાન કરી, ભોગ બનનારને મોઢે મુગો દઇ, બળજબરીથી સગીરાના ઘર પાસે આવેલ ખંઢેર મકાનમા તથા એક નરાધમની વાડીએ અવાર નવાર લઇ જઇ ત્રણ આરોપીઓએ સગીરાને  છરી બતાવી, ત્રણેય આરોપીઓએ વારા ફરતી ધરારથી અવાર નવાર દુષ્કર્મ આચરી, આ વાત કોઇને કહીશ તો તારા માતા-પીતા તથા તારા ભાઇઓને મારી નાખવાની સગીરાને ધમકી આપી, ત્રણેય આરોપીઓએ એકબીજાને મદદગારી કરી હોવાની જુનાગઢ તાલુકા પોલીસમાં સગીરાના પિતાએ ફરિયાદ કરી હતી. ત્યારે જુનાગઢ તાલુકા પી.આઈ ગઢવીએ ત્રણેય આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ કરી વિશેષણ પૂછપરછ અને તપાસ  માટે પાંચ દિવસના  રીમાન્ડ પર  મેળવ્યા છે.

પોલીસ માંથી પ્રાપ્ત વિગતો મુજબ જુનાગઢ તાલુકાના એક ગ્રામ્ય પંથકમાં રહેતી સગીરા રાત્રીના સમયે એઠવાડ ફેકવા ઘરની બહાર નીકળી હતી તે અરશામાં સુખપુર ગામનો યસ ઉર્ફે કાનો બાલાભાઈ દુધાત્રા ત્યાં પહોંચ્યો હતો અને સગીરાને આંતરી, છરી બતાવી, બાજુમાં આવેલા ખંઢેર જેવા મકાનમાં લઈ જઈ, સગીરા ઉપર દુષ્કર્મ આચાર્ય હતું. અને કોઈને કહીશ તો તારા પરિવાર સાથે તને મારી નાખીશ તેવી ધમકી આપી નાસી ગયો હતો. અને યુવતી ધમકીના ડરની મારી પોતાના ઘરે જઈને કોઈને વાત કરી ન હતી.

દરમિયાન સગીરાયે મૂંગા મોઢે બધું સહન કરી, ઘરે કોઈને વાત ન કરતા આ હેવાનિયત ભર્યા શખ્સની હિંમત બેડવાઈ હતી અને તેનો માખીયાણા ગામે રહેતો મિત્ર કેયર હરસુખભાઈ વાગડિયા તથા વડાલ ગામે રહેતા દિવ્ય ઉર્ફે ગીલી ચંદુભાઈ ગજેરાને પણ તેમની આ હેવાનિયત ભર્યા કૃત્યમાં સામેલ કર્યા હતા અને પાંચ મહિનાથી આ ત્રણેય નરાધમોએ સગીરા પર અત્યાચાર ચાલુ રાખ્યો હતો. આથી સ્કૂલ જતી આ સગીરા ગભરાઈ ગઈ હતી અને તેણે સ્કૂલે જવાનું પણ બંધ કર્યું હતું. ત્યારે સગીરાના વાલીઓએ તેની દીકરીને હિંમત આપી, હકીકત પૂછતા દીકરીએ ત્રણ નરાધમ શખ્સો દ્વારા તેમના પર ગુજારવામાં આવતા અત્યાચારની વાત કરતા સગીરાના પિતા પણ ડરી ગયા હતા અને બાદમાં જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશને પહોંચી યસ ઉર્ફે કાનો બાલાભાઈ દુધાત્રા, (સુખપુર) દિવ્યેશ ઉર્ફે ગિલી ચંદુભાઈ ગજેરા (વડાલ) તથા કેયુર અશોકભાઈ વાગડિયા (માખિયાળા) વાળા સામે ફરિયાદ દાખલ કરાવતા જુનાગઢ તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓ સામે સગીરા પર દુષ્કર્મ ગુજારવા સહિતની કલમો અંતર્ગત તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. અને ત્રણેય આરોપીઓને પકડી તપાસ અને પૂછપરછ આદરી હતી.

પોલીસની આકરી અને યુક્તિ પ્રયુક્તિ સાથેની તપાસ દરમિયાન વાસનાના કીડા થી સજ એવા આ ત્રણેય શકશો બકરી જેવા થઈ ગયા હતા અને યશે સગીરાનું સૂર્ય બાદ પોતાના બીજા મિત્રોને પણ એવા નંબરમાં એક પછી એક બોલાવતો રહ્યો હોવાનો અને 7 માસ દરમિયાન ચાલેલા આ સિલસિલા દરમિયાન સગીરા ઉપર સુખપુરના જયેશ કાનજી હિરપરા (ઉ. વ. 40) રાકેશ બાબુભાઈ હિરપરા (ઉ. વ. 40) ધર્મેશ બાલુ પારખીયા (ઉ.વ. 37) સીચોડના કૃતિક રાજેશ શિંગાળા (ઉ. વ. 19) પિયુષ હરશુખ હિરપરા (ઉ. વ. 32) અને કેરાળા નો સાગર જગદીશ મુડીયા (ઉ. વ. 20) એ સગીરા ઉપર દુષ્કર્મ આચાર્ય હોવાનું ખૂલતાં પોલીસે બાકીના છીએ આરોપીઓને પકડી પાડી તેમના મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા અને બાદમાં આ શખ્સોની વિશેષ ઉચ્ચ પરિષદ ચાલી રહી છે તથા આજે કોર્ટ સમક્ષ રજૂ કરી તેમના પણ રિમાન્ડ મેળવવામાં આવે તેવું જાણવા મળી રહ્યું છે.

પોલીસ માંથી પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢ તાલુકાના ગ્રામ્ય પંથકમાં એક સગીરા ઉપર બનેલા ગેંગરેપ ના બનાવવામાં સૌપ્રથમ  સુખપુર ગામના યસ ઉર્ફે કાનો બાલા દુધાતા એ સગીરાના માતા પિતા સવારથી જ કામે જતા હોય અને છેક સાંજે પાછા આવતા હોય તેવું જાણતો હતો અને સગીરા શાળાએ પણ એકલી જતી હોય અને ઘરમાં પણ એકલી હોય ત્યારે સગીરાની એકલતાનો લાભ લઈ હેવાનિયતભર્યા કૃત્યો કરી રહ્યો હતો અને આરોપી પણ હટોકટો હોય, સગીરા તેનાથી ભારે ડરી ગઈ હતી અને મૂંગા મોએ અત્યાચાર સહન કરી રહી હોવાનું સામે આવ્યું છે. બીજી બાજુ જે નવેય નરાધમાં પકડાયા છે તેના મોબાઈલમાંથી પોલીસીને પોર્ન વીડિયો મળી આવ્યા છે. આમ નવેય આરોપીઓ માનસિક રીતે વિકૃત હોવાનું પણ સામે આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.