Abtak Media Google News

અબતક, દર્શન જોશી, જૂનાગઢ

જૂનાગઢમાં ચાલુ બાઇકે એક યુવક દ્વારા રિવોલ્વર સાથે સીન સપાટા મારતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આ બાબત જૂનાગઢમાં ચર્ચાનો વિષય બની છે. જો કે, જાહેરમાં સીન સપાટા મારતો આ યુવક કોણ છે ?! તથા તેમની પાસેની રિવોલ્વોર અસલી છે કે નકલી !? તે બાબતો પણ ટોક ઓફ ટાઉન બની છે.

સોશિયલ મીડિયામાં જૂનાગઢમાં એક યુવક પોતાના બુલેટ બાઇક ઉપર જઇ રહ્યો હોય તથા ચાલુ બાઇકે ખિસ્સામાંથી એક રિવોલ્વર કાઢી, એક હાથે બાઈક ચલાવી અને બીજા હાથે રિવોલ્વર બતાવતો વિડીયો વાયરલ થયો છે. જો કે સીન સપાટા મારવા આ યુવક દ્વારા રિવોલ્વર હાથમાં રાખી એક હાથે બુલેટ ચલાવી વિડીયો બનાવ્યો હોવાનું મનાય રહ્યું છે, તો બીજી બાજુ રિવોલ્વર સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થતાં આ યુવક કોણ છે ? ક્યાંનો છે ? તથા તેમની પાસે રિવોલ્વર અસલી છે કે નકલી ? તે અંગે પણ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.