Abtak Media Google News

પક્ષીઓની પ્રજનન સ્થળોએ સંલગ્ન તેમના સ્થળાંતર, વસવાટ સ્થળની પસંદગી: વ્યાપ વિસ્તાર અને દરરોજની ગતિવિધી બાબતની માહીતી મેળવી શકાશે

અબતક, દર્શન જોશી, જૂનાગઢ

ગુજરાત રાજ્યમાં કરકરા અને કુંજ મળી કુલ 4 પક્ષીઓને સૌર-ઉર્જાથી ચાલતા લેગ-માઉન્ટ પ્રકારના પગ પર લગાડી શકાતા  સેટેલાઇટ ટેલીમેટ્રી દ્વારા વૈજ્ઞાનિક અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. જેથી આ પક્ષીઓની પ્રજનન સ્થળોને સંલગ્ન તેમના સ્થળાંતર, વસવાટ સ્થળની પસંદગી, વ્યાપ વિસ્તાર, દરરોજની ગતિવિધી વગેરે બાબતની માહિતી મળી શકશે, તથા પક્ષીઓનું સાસણ-ગીર ખાતેના ગીર હાઇટેક મોનિટરીંગ યુનિટમાં સતત નિરીક્ષણ કરવામાં આવશે.

ગુજરાતમાં 19 ઇમ્પોર્ટન્ટ બર્ડ એરીયામાં  કુલ 609 પ્રજાતિના પક્ષીઓ વસવાટ કરે છે. ત્યારે વિશ્વમાં જોવા મળતી કુંજની કુલ 15 પ્રજાતિઓમાંથી ગુજરાત રાજ્યમાં  3 પ્રજાતિ ગુજરાતમાં જોવા મળે છે. આ ત્રણ પૈકી બે પ્રજાતિઓ કરકરા તેમજ કુંજ પક્ષીઓનો આઇ.યુ.સી.એન રેડ લિસ્ટમાં લીસ્ટ ક્ધસર્ન્ડ અનુસુચીમાં સામેલ છે. જ્યારે ભારતમાં વન્યપ્રાણી અધિનિયમ ધારો-1972 ની અનુસુચી-4 માં આ પક્ષીઓને કાયદાકીય સુરક્ષા આપવામાં આવેલ છે.

વિશ્વમાં કરકરા પક્ષીની સંખ્યા અંદાજીત 2,30,000  2,61,000, જ્યારે કુંજ પક્ષીની અંદાજીત સંખ્યા 4,91,000  5,03,000 માનવામાં આવી રહી છે. આ પક્ષીઓની સ્થળાંતરની રીત, વસવાટ સ્થાનની પસંદગી, વ્યાપ વિસ્તાર, દરરોજની ગતિવિધીના અભ્યાસાર્થે અને તેના આધારે ગુજરાત રાજયમાં ભવિષ્યમાં તેના સંરક્ષણ માટેની યોજના બનાવવાના હેતુથી વન્યપ્રાણી વિભાગ, સાસણ-ગીર, ગુજરાત વન વિભાગ દ્વારા સક્ષમ સત્તાધિકારી પાસેથી પુર્વ મંજુરી મેળવી કરકરા અને કુંજ પક્ષીઓને સેટેલાઇટ ટેલીમેટ્રી મારફત વૈજ્ઞાનિક અભ્યાસ કરવા માટે એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત ટેગીંગ ટીમ દ્વારા સૌ-પ્રથમ એક સર્વે હાથ ધરવામાં આવેલ હતો અને ત્યારબાદ કુશળ અને અનુભવી ટ્રેપરોની મદદથી પક્ષીઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત કુલ બે કરકરા અને બે કુંજ પક્ષીઓ એમ કૂલ ચાર પક્ષીઓને સૌર-ઉર્જાથી ચાલતા લેગ-માઉન્ટ પ્રકારના પગ પર લગાડી શકાતા જીએસએમ-જીપીએસ ટ્રાન્સમીટર લગાવવામાં આવેલ છે. ટેગીંગ કાર્ય દરમિયાન તમામ પ્રકારની સાવચેતી રાખવામાં આવેલ છે. અને વન્ય પ્રાણી વિભાગ, સાસણ-ગીર ખાતેના ગીર હાઇટેક મોનિટરીંગ યુનિટમાં આ ટેગ કરેલા પક્ષીઓનું સતત નિરીક્ષણ કરવામાં આવશે.

આ અભ્યાસ દ્વારા મેળવવામાં આવેલ વૈજ્ઞાનિક માહિતી આ પ્રજાતિઓ માટે ભવિષ્યમાં સંરક્ષણની વ્યુહરચના બનાવવામાં અતિ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ માહિતી દ્વારા પક્ષીઓના શિયાળા દરમિયાનના અને પ્રજનન સ્થળોને સંલગ્ન તેમના સ્થળાંતર, વસવાટસ્થળની પસંદગી વગેરે બાબતની માહિતી મળી શકશે.

આ તમામ કાર્યમાં તજજ્ઞ તરીકે અગાઉ ટેગીંગની કામગીરી કરી ચુકેલા ધી કોર્બેટ ફાઉન્ડેશનના ડો. દેવેશ ગઢવીની તજજ્ઞ તરીકે મદદ લેવામાં આવેલ હતી. ધ કોર્બેટ ફાઉન્ડેશનની ટીમ, વન્યપ્રાણી વિભાગ, સાસણ-ગીરના સંલગ્ન પરિક્ષેત્ર વન અધિકારી, ફોરેસ્ટર, ફિલ્ડ સ્ટાફ તેમજ અનુભવી પશુ ચિકિત્સકોએ આ ટેગીંગ કાર્યમાં સહયોગ આપેલ. ટેગીંગની કામગીરી દરમીયાન વૈજ્ઞાનિક માહિતી એકત્રીકરણ અને અન્ય જરૂરી બાબતો અંગેની કામગીરી વન્યપ્રાણી વિભાગ, સાસણ-ગીરના કરસન વાળા અને લહર ઝાલા દ્વારા કરવામાં આવેલ હતી.

ઉપરોકત તમામ કાર્ય શ્યામલ ટીકાદર, ભા.વ.સે., અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ) અને ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન, ગુજરાત રાજય,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.