Abtak Media Google News
ચંદન સા બદન…. ચંચલ…. ચીતવન…..

ચંદન સા બદન…. ચંચલ…. ચીતવન… નૂતનનું પેન્ટીંગ જોઇ ભાણેજ કાજોલ ઝુમી ઉઠી !!!

અહીં કાલા ઘોડા ખાતે ચિત્ર પ્રદર્શનીમાં માસી નૂતનનું પોટ્રેટ જોઇને કાજોલ અભિભૂત થઇ ગઇ હતી. આ પેન્ટીંગ જોઇને નૂતનની હીટ ફિલ્મ સરસ્વતીચંદ્રનું પેલું ગીત ચંદન સા બદન ચંચલ ચીતવન ધીરે સે તેરા યે મુશકાના મુજે દોષ ન દેના જગવાલો હો  જાઉ અગર મેં દીવાના… યાદ આવે છે.

ઉલ્લેખનીય છે કે નૂતને સરસ્વતીચંદ્ર ઉપરાંત સુજાતા, છલિયા, બંદીની, મિલન, તેરે ઘર કે સામને, ખાનદાન જેવી યાદગાર ફિલ્મો આપી છે. નૂતનનું ૧૯૯૧માં મૃત્યુ થયુ.

કોજોલે ટિવટર પર નૂતનની આ તસ્વીર શેર કરી છે. તેની નીચે એગ્રેજીમાં લખ્યું છે કે બ્લાસ્ટ ફ્રોમ પાસ્ટ મતલબ કે ભૂતકાળની દુનિયામાં ડોકીયું નૂતન અને કાજોલની મમ્મી તનૂજા બંને સગી બહેનો એ નાને નૂતન એ કાજોલની માસી થાય છે. નૂતને ચરિત્ર અભિનેત્રી તરીકે ફિલ્મ કર્મા માટે ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો. એકંદરે અભિયન એ કાજોલના લોહીમાં છે. તેના પિતા સ્વ. શોમુ મુખરજી પણ જાણીતા ફિલ્મ પ્રોકયુસર હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.