કાજોલના અવાજમાં આવ્યો હોલીવુડ ફિલ્મ ‘ઇંક્રેડીબલ્સ 2’નો વિડીયો…આ વિડીયો જોઈને રહી જસો દંગ…

incredibles 2
incredibles 2

હોલિવૂડની બ્લોક્બાસ્ટર કિડ્સ સુપરહીરોઝ મૂવી ‘ઇંક્રેડીબલ્સ’ના બીજા ભાગમાં સેંસેશન કાજોલે પોતાની અવાજ આપી છે. હવે કાજોલની અવાજમાં કાર્ટૂન કૈરેકટર હેલેન પર્ર બોલતી જોવા મળી રહી છે. આ ફિલ્મ વર્ષ 2004માં આવેલ હોલિવૂડની બ્લોક્બાસ્ટર ફિલ્મ ‘ઇંક્રેડીબલ’નું સિક્વલ છે. ‘ઇંક્રેડીબલ 2’માં કાજોલના અંદાજમાં આ વિડીયો ખુબજ સારો છે. અને આ વિડીયો તમારા ચેહરા પર હસી લાવી દેસે.

આ ફિલ્મ એક એવા સુપરહોરો પરિવારની છે જેમાં અલગ-અલગ દિવ્ય શક્તિઓ છે. પરંતુ આ લોકો નોર્મલ લોકોની જેમ જિંદગી જીવે છે. આ ફિલ્મમાં કાજોલ નું કૈરેકટર હેલેનનું છે જે આ સુપરહીરો પરિવારની હેડ છે. જે પોતાના પતિની સાથે છોકરાઓને મૂકીને બાર ગય છે. પરંતુ એને એકજ ચિંતા સતાવી રહી છે કે એના છોકરાઓ ઠીક તો હસે ને….!

આ ફિલ્મ 22 જૂન ના રોજ રીલીઝ થવાની છે. આ ફિલ્મ સાથે કાજોલ જોડાઈ ત્યારે તેણે કહ્યું હતું કે, ‘હું આ સુપરહીરો પરિવારનો હિસ્સો બનીને ખુબજ ખૂસ છું અને આ ફિલ્મમાં હું મારા પાત્રને વધારે મનોરંજન સાથે નિભાવવા માંગુ છું’…