Abtak Media Google News

દરેક વ્યકિતને સ્વાઈન ફલુની દવા નિ:શુલ્ક અપાશે: સભ્યો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

બજરંગદળ દ્વારા સમગ્ર ભારત દેશમાં તા.૧૦ માર્ચ થી ૧૭ માર્ચ સુધી સેવા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર ભારત દેશમાં યુવાનો દ્વારા સેવા કાર્યકરી આ સેવા સપ્તાહ ઉજવવામાં આવી રહ્યો છે. જેમાં યુવાનો દ્વારા મંદિર સફાઈ, ગૌશાળા સફાઈ, મેડિકલ કેમ્પ જેવા વિવિધ સેવાકીય કાર્ય કરી બજરંગદળ દ્વારા સેવા સપ્તાહ ઉજવવામાં આવી રહ્યો છે.

Advertisement

જેના ભાગરૂપે બજરંગદળ રાજકોટ મહાનગર દ્વારા કાલે સવારે ૧૦ થી ૧૨ સુધી વોર્ડ નં.૧૬માં મણીધર મહાદેવ મંદિર, મણીનગર સોસાયટી શેરી નં.૨, હુડકો ફાયર બ્રિગેટ પાછળ, કોઠારીયા મેઈન રોડ ખાતે સર્વ જનતા માટે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મુખ્ય ડોકટરોની ટીમ જેમાં દંત ચિકિત્સક તરીકે ડો.જયસુખભાઈ મકવાણા, ડો.સંજયભાઈ અગ્રાવત, ડો.મોનીકાબેન ભટ્ટ તથા સ્ત્રી રોગની સારવાર માટે ડો.નિલાબેન જાની તથા આયુર્વેદિક ટ્રીટમેન્ટ માટે ડો.શીતલબેન જોષી, ડો.માનસીબેન સભાયા, ડો.ક્રિષ્નાબેન સવસાણી, ડો.જીતેશભાઈ પાદરીયા તથા એકયુપ્રેસર માટે ડો.જાગૃતિબેન ચૌહાણે સેવા આપી સર્વે જનતાને નિ:શુલ્ક નિદાન કરી આપશે. તેમજ દરેક વ્યકિતઓને સ્વાઈનફલુની દવા નિ:શુલ્ક આપવામાં આવશે.

કેમ્પને સફળ બનાવવા વિહિપના હરીભાઈ ડોડીયા, શાંતુભાઈ ‚પારેલીયા, હસુભાઈ ચંદારાણા, હરેશભાઈ ચૌહાણ, કૃણાલભાઈ વ્યાસ, નિતેશભાઈ કથીરિયા, વિનુભાઈ ટીલાવત, રામભાઈ શાંખલા, રાહુલભાઈ જાની, વનરાજભાઈ ચાવડા, હર્ષદભાઈ સરવૈયા, સુશીલભાઈ પાંભર, કલ્પેશભાઈ મહેતા, ધનરાજભાઈ રાધાણી, મહાવીરસિંહ જાડેજા, મનોજભાઈ કદમ, બ્રિજેશભાઈ લોઢીયા, કિશોરભાઈ તન્નાએ જહેમત ઉઠાવી રહ્યાં છે. કાર્યક્રમના અનુસંધાને કાર્યકર્તાઓ ‘અબતક’ના આંગણે પધાર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.