Abtak Media Google News

કાલાવડ તાલુકાના બેડીયાગામે થયેલ ધરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં જામનગર ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. જામનગર એલસીબીએ દાગીના તથા રોકડ મળી 1.94 હજારના મુદામાલ સાથે મધ્યપ્રદેશના મુકેશ છગન અલાવાને દબોચી લીધો હતો. આ પ્રકરણમા અન્ય બે શખ્સોની સંડોવણી ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના બેડીય ગામની છે જ્યાં તા.૧૪ એપ્રિલ ૨૦૨૩ના રાત્રીના સમયે ભગીરથસિંહ મહિપતસિંહ જાડેજાના રહેણાંક મકાનમાં કોઈ અજાણયા ઈસમોએ પ્રવેશ કરી મકાનમાં આવેલ કબાટની તીજોરીનો તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂ. ૭,૭૯,૦૦૦ ની ચોરી કરી ગયા હતા. આ મામલે કાલાવડ ગ્રામ્ય પો.સ્ટે.મા ફરીયાદ નોંધાઇ હતી.

ફરિયાદ નોંધાયા બાદ આ મામલે એલસીબી પીઆઈ જે.વી.ચૌધરી તથા પીએસઆઈ આર.કે.કરમટા,એસ.પી.ગોહિલ,પી.એન.મોરી તથા એલ.સી.બી. સ્ટાફની ટીમો તથા કલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના એચ.વી.પટેલ તથા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટાફના માણસોને કાર્યરત કરવામાં આવ્યા હતા. સાથો સાથ ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરી શકમંદ ઇસમોની તપાસ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ દરમિયાન એલ.સી.બી. સ્ટાફના દોલતસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા તથા ફીરોજભાઇ ખફી તથા કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકના પોલીસ સ્ટાફને બાતમી મળી હતી. જે આરોપી જામનગર ચાંદીબજારમાં હોવાની જાણ થતા પોલીસે રેડ પાડી આરોપી મુકેશભાઇ છગનભાઇ અલાવા (રહે. ચામજરગામ તા.ઠંડા જી.ઘાર મધ્યપ્રદેશ)ને સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપીયા તેમજ મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૧,૯૪,૫૦૦ ના મુદામાલ સાથે પકડી પાડ્યો હતો. જેની પૂછપરછમાં સુકાભાઇ રાયસીંગ મકવાણા (રહે. સીંગાચોરી જી.ધાર), ભુરાભાઇ મકવાણા (રહે. હોલીબયડા જી.ધાર તથા ભુરાભાઇ મકવાણા સાથે આવેલ અજાણયો માણસની સંડોવણી ખુલી હતી.

હાલ પોલીસે 2 સોના, સોનાની લકકી, વીંટી, મળી કુલ ૧,૭૨,૫૦૦, 2 જોડી ચાંદીના સાકળા, ચાંદીના સિકકા નંગ-૨ કુલ કિ.રૂ. ૭,૦૦૦૮, રોકડ રૂપીયા ૧૦,૦૦૦ એક મોબાઇલ મળી કુલ ૧,૯૪,૫૦૦નો મુદામાલ કબ્જે કરાયો હતો.

 

આ કાર્યવાહી પીઆઇ જે.વી.ચૌધરીના માર્ગદર્શન મુજબ પીએસઆઇ આર.કે.કરમટા, એસ.પી.ગોહિલ, પી.એન.મોરી તથા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના એચ.વી.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા, કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો જોડાયા દ્વારા કરવામા આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.