Abtak Media Google News

અબતક, રાજુ રામોલીયા,કાલાવડ

રાજ્ય લેન્ડ રેકર્ડઝ વર્ગ 3 કર્મચારી મહામંડળના નેજા હેઠળ  રાજ્યભરના 1500 થી વધુ કર્મચારીઓ સરકાર સમક્ષ મુકેલી પડતર માંગણીઓનો લાંબા સમય સુધી નિવેડો ન આવતા અને ખાસ કરીને ગ્રેડ-પે મા સુધારો અને પગાર ધોરણમાં સુધારો કરવા જેવી બાબતે હડતાળનુ શસ્ત્ર ઉગામ્યુ છે. જે મુદ્દે જામનગર જીલ્લાના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળમા જોડાયા છે. જેના કારણે જમીન માપણી, નકલ અરજી  સહિતની પ્રજાલક્ષી કામગીરી ઠપ્પ થઇ જવા પામ્યા છે.

રાજ્ય સરકારના મહત્વના વિભાગ ગણાતા લેન્ડ રેકર્ડ ડિપાર્ટમેન્ટના વર્ગ-3 ના કર્મચારી યુનિયને વર્ષ 2018 થી પગાર વિસંગતતા, ગ્રેડ પે સુધારવા, નવી ઉભી કરેલી એ.ડી.આઈ. પોસ્ટ રદ કરી શિરસ્તેદાર, હેડ કલાર્ક પોસ્ટ એકત્ર કરવા, ખાતાકીય પરીક્ષા સમયસર યોજવા, 50 વર્ષથી વધુ વયના કર્મચારીઓને પરીક્ષા મુક્તિ સહિતના અનેક મુદ્દે સરકાર સમક્ષ લેખિત માંગણીઓ રજુ કરી હતી. જેમા, અમુક માંગણીઓ સ્વિકાર કર્યા બાદ મહત્વની ગ્રેડ-પે અને પગાર ધોરણ સુધારવાની માંગણી લાંબો સમય સુધી સ્વિકારી ન હોવાથી કર્મચારીઓના રાજ્ય મંડળે ગત તા. 30 ઓગસ્ટે આવેદનપત્ર પાઠવી ગત તા. 23 સપ્ટેમ્બરથી સરકારની મહત્વની યોજનાઓ રીસર્વે, સહિતની કામગીરીનો બહિષ્કાર કર્યો હતો.

લેન્ડ રેકર્ડ કર્મચારીઓ ની હડતાળથી ખેતીની જમીન માપણી, બિનખેતી માપણી, જમીનને લગત નકલ અરજી સીટી સર્વે કચેરીમા પ્રોપર્ટી લે વેચ નોંધ, પ્રોપર્ટીકાર્ડની કામગીરીને બ્રેક લાગી જતા કામગીરીને મોટી અસર પડી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.