Abtak Media Google News

કલ્પસરનો જીઓ-ટેકનીકલ સર્વે પૂર્ણ, એક વર્ષમાં ગઈંઘઝ દ્વારા ડીટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ રજુ કરાશે

સૌરાષ્ટ્ર નંદનવન બની શકે કારણ કે 10 લાખ હેક્ટર ખેતીની જમીનને સિંચાઈનું પાણી મળી શકે

જેમ કલ્પના મુજબનું ફળ આપી શકનારા વૃક્ષને કલ્પવૃક્ષ કહેવાય છે એવીજ રીતે પાણીની સમસ્યાથી હમેશા પીડાતા રહેતા ગુજરાત અને એમાય ખાસ કરીને સૌરાષ્ટ્રની પીવા અને સિંચાઈના પાણી મેળવવાની કલ્પનાને સાકાર કરી શકવાની સંભાવના ધરાવતી દુનિયાના સૌથી મોટા માનવ સર્જિત મીઠા પાણીના સરોવરની યોજનાને કલ્પસર યોજના કહેવાય છે. આ યોજનાના પાયા આજથી 46 વર્ષ પહેલા ઈ.સ. 1975 માં નખાયા હતા પરંતુ ગતિ પકડાઈ કેશુભાઈ અને ખાસ કરીને ત્યાર બાદ આવેલી નરેન્દ્ર મોદીની સરકારમાં. આજે અબતક પાસે આ યોજના અંગે એક્સક્લુઝીવ માહિતી છે કે કલ્પસર યોજનાની સંભાવના ચકાસવા અંગેનો છેલ્લો રીપોર્ટ જેને જીઓ-ટેકનીકલ ઇન્વેસ્ટીગેશન રીપોર્ટ કહેવાય છે, એ પણ સબમિટ થઇ ચુક્યો છે અને હવે નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઓશન ટેકનોલોજી એટલેકે ગઈંઘઝ આગામી એક વર્ષમાં કલ્પસર યોજના અંગેનો ઉઙછ એટલેકે ડીતેલ્દ પ્રોજેક્ટ રીપોર્ટ રજુ કરી દેશે. જેમાં કલ્પસર યોજના અંગે આગળ વધી શકાય કે નહિ એ મુદ્દે છણાવટ કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે કલ્પસર એ સૌરાષ્ટ્ર માટે ખુબજ મહત્વની યોજના છે કારણકે જો આ સરોવર બને તો સૌરાષ્ટ્ર નંદનવન બની શકે છે. સૌરાષ્ટ્રની 10 લાખ હેક્ટર ખેતીની જમીનને સિંચાઈનું પાણી પ્રાપ્ત થઇ શકે એમ છે.

Advertisement

કલ્પસર યોજનાના એક ઉચ્ચ અધિકારીએ અબતક સાથે ખાસ વાત કરતા જણાવ્યું કે, કલ્પસર માટે જેટલા ફીઝીબીલીટી રીપોર્ટસ કરવા જરૂરી હતા તે બધા થઇ ચુક્યા છે. સૌથી મહત્વનો જીઓ-ટેકનીકલ ઇન્વેસ્ટીગેશન રીપોર્ટ પણ ગયા મહીને થઇ ગયો છે. જીઓ-ટેકનીકલ ઇન્વેસ્ટીગેશન માં સમુદ્રમાં ડ્રીલીંગ કરીને ડેમ બનાવવા માટેની શક્યતા ચકાસવામાં આવે છે જે ખુબજ મહત્વ ધરાવે છે. જેના અંતે હવે નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઓશન ટેકનોલોજી સંસ્થા એક વર્ષના અંતે ડીટેઈલ પ્રોજેક્ટ રીપોર્ટ રજુ કરશે. એ રીપોર્ટના રજુ થયા બાદ કલ્પસર અંગે આગળનો નિર્ણય લેવામાં આવશે.

કલ્પસર યોજનાની 46 વર્ષની દડમજલ

  1. 1969ની સાલમાં ગુજરાત રાજ્યના રાજપત્રમાં સમુદ્રમાં વહી જાતા નદીઓના પાણીને રોકીને એક મોટું સરોવર બનાવીને પાણીનો સંગ્રહ કરવાનો ઠરાવ થયો.
  2. 1975ની સાલમાં સયુંકત રાષ્ટ્ર મિશનરીના પ્રોફેસર એરિક વિલ્સને ટાઈડલ પાવરને લઈને એક રીપોર્ટ રજુ કર્યો.
  3. 1980ની સાલમાં આ યોજના માટે દૂરદર્શિતા ધરાવતા ડો. અનીલ કાણેએ યોજનાને કલ્પસર નામ આપ્યું તેમજ એને આગળ ધપાવાવા માટે ઘણું સંશોધન કર્યું.
  4. 1988ની સાલમાં રીકોનીસંસ રીપોર્ટ બનાવાઈ જેમાં જણાવાયું કે નદીઓના પાણીને રોકીના ડેમ બનાવવો ટેકનીકલી પોસીબલ છે.
  5. 1999ની સાલમાં સરકારે કલ્પસર યોજનાને મંજુરી આપી અને સાથે વિશેષ પ્રકારના છ સંશોધનો શરુ કરાવ્યા.
  6. 2002ની સાલમાં સરકારે ઘોષણા કરી કે 2011ની સાલમાં કલ્પસરનું નિર્માણ કાર્ય શરુ થઇ જશે.
  7. 2012ની સાલમાં સરકારે કામ શરુ કરવાની પુન: ઘોષણા કરી
  8. 2018 ની સાલમાં સરકારે કલ્પસર સાથે જોડાયેલી ભાડભૂત યોજનાની શરૂઆત કરી.
  9. 2021 ની સાલ સુધીમાં જરૂરી એવા તમામ સર્વે સંપન્ન થયા અને ગઈંઘઝ ને દીતેલ્દ પ્રોજેક્ટ રીપોર્ટ બનાવવા માટે કહેવાયું.

Try

અંદાજે 90 હજાર કરોડનો ખર્ચ, દ. કોરિયા અને ચીને યોજનામાં રસ દેખાડ્યો

કલ્પસર યોજનાનો ખર્ચ અંદાજે ર. 90 હજાર કરોડનો આંકવામાં આવી રહ્યો છે. શરૂઆતમાં એનો અંદાજ રૂ. 25 હજાર કરોડનો હતો. આ યોજનામાં સરકારી સુત્રોના કહવા મુજબ દ. કોરિયા અને ચીનની કેટલીક કંપનીઓએ રસ દેખાડ્યો છે.

કલ્પસરથી મળનારા લાભ

કલ્પસર યોજનાથી સૌરાષ્ટ્રની 10 લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે.  ભાવનગર અને દક્ષીણ ગુજરાત વચ્ચેનું અંતર ઘટીને 136 કિમીનું થઇ જશે. સૌરાષ્ટ્રના લોકોની પીવાના પાણીની સમસ્યા મહદ અંશે હલ થશે. વિન્ડ અને સોલાર એનર્જી પાર્ક બની શકશે.  સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના સમુદ્રી વિસ્તારોના ખારા પાણી મીઠા થશે તેમજ તળ ઉપર આવશે.

Screenshot 1 37

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.