Abtak Media Google News

કામીકા એકાદશીના ઉપવાસ કરવાથી કામ, ક્રોધ, લોભ મોહનો થાય છે નાશ

અષાઢ વદ અગીયારસ ને ગુરુવારે તા 13-7-23 નાં દિવસે કામીકા એકાદશી છે. પદ્મ પુરાણ મા જણાવ્યા પ્રમાણે કામીકા એકાદશી પાપોનો નાશ કરનારી, મોક્ષ આપના2 તથા જીવનમાં શાંતિ આપનાર ગણાય છે.કામીકા એકાદશીનાં દિવસે સવારે વહેલા ઉઠી નિત્યકર્મ કરવું

Advertisement

ત્યાર બાદ બાજોઠ ઉપર સફેદ વસ્ત્ર પાથરી ચોખાની ઢગલી કરી વિષ્ણુ ભગવાનની છબી રાખવી સાથે બાલકૃષ્ણ પણ રાખી શકાય, દિવો, અગરબત્તી કરી પુજા કરવી છબી ને ચંદન ચોખાનો ચાંદલો કરી અબીલ ગુલાલ કંકુ પધરાવા . ત્યારબાદ ઘરમાં શાલીગ્રામ હોય તો તેનાં ઉપર તુલસી દલ ચડાવી સાથે પુજા કરવી વિષ્ણુ સહસ્રનામ પણ બોલી શકાય છે .

નિવેદ્ય માં ભગવાનને સાકર વારુ ગાયનું દૂધ ખાસ ધરાવું પુજન પૂર્ણ થયા પછી કથા વાંચવી અથવા સાંભળવી અને બપોરે નિંદ્રાનો ત્યાગ કરવો.રાત્રીનાં 12 વાગ્યા સુધીનું જાગરણ કરવું . સાંજ ના સમયે વિષ્ણુ ભગવાન પાસે દિપ દાન કરી શકાય છે . આમ કામીકા એકાદશીનાં દિવસે ઉપવાસ રહેવાથી જીવનમાં શાંતિ મળે છે .અને કામ, ક્રોધ, લોભ, મોહનો નાશ થાય છે .

કથા નો બોધ  કામીકા એકાદશીની કથાનો બોધ ;તમારી પાસે ગમે તેટલું ઘન વૈભવ હોય તો પણ જીવનમાં અભિમાન કરવું નહી અને કોઈ સમયે ક્રોધ કરવો નહિં જો અજાણતા થઈ જાય તો તેનું પાર્યશ્ચીત કરવું .

શાસ્ત્રી રાજદીપ જોશી વેદાંત રત્ન

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.