Abtak Media Google News

હૈદરાબાદમાં ભાજપ ૪ થી ૪૮ પર પહોંચી, ઓવૈસીને ત્રીજા નંબરે ધકેલ્યો

દક્ષિણ ભારત હરહંમેશથી કોંગ્રેસ સહિત સ્થાનિક પક્ષનો ગઢ રહેતો આવ્યો છે. ભારત માટે દક્ષિણ ભારત હંમેશા કપરા ચઢાણની પરિસ્થિતિ બનાવતું આવ્યું છે. પરંતુ ધગ્રેટર હૈદરાબાદની નગરની નિગમની ચૂંટણીમાં ભાજપે ૪૮ બેઠકો કબજે કરી છે અને કોંગ્રેસને હાંસીયામાં ધકેલી દીધી છે.

હૈદરાબાદ નગર નિગમની ચૂંટણીમાં તેલંગાણા રાષ્ટ્રવાદી સમિતિ (ટીઆરએસ)એ સૌથી વધારે બેઠકો મેળવી છે. જો કે ભાજપને આ ચૂંટણીઓમાં સૌથી વધારે લાભ થયો છે. ભાજપે ૪૮ બેઠક પર જીત મેળવી લીધી છે  ભાજપે અહીં અસદ્દુદ્દીન ઓવૈસીની એઆઈએમઆઈએમને ત્રીજા સ્થાન પર ધકેલી લીધી છે. કોંગ્રેસનો આ ચૂંટણીમાં પણ નબળો દેખાવ રહ્યો છે અને ફક્ત બે બેઠકથી જ સંતોષ માનવો પડ્યો છે. ચૂંટણીમાં કોઈ પણ પક્ષને બહુમતી મળી નથી.

આ અગાઉ સવારે ૮ વાગે ૧૫૦ બેઠકો માટેના પ્રાથમિક રુઝાનોમાં ભાજપ સૌથી મોટો પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. તેને એક તબક્કે ૭૯ બેઠક પર જીત મળતી દેખાતી હતી અને ટીઆરએસને ૩૫ બેઠક મળતી જોવા મળતી હતી.

તેલંગાણામાં ૨૦૨૩માં વિધાનસભાની ચૂંટણી છે. આથી આ પરિણામને વિધાનસભા ચૂંટણીની તૈયારીના પાયા તરીકે ગણવામાં આવે છે. પાલિકાની ચૂંટણી હોવા છતાં ભાજપે ગૃહમંત્રી અમિત શાહ, પ્રમુખ જે.પી. નડ્ડા, ઉ.પ્ર.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના નેતાઓને મેદાનમાં ઉતાર્યા હતા.

હૈદરાબાદ પાલિકા દેશની મોટા પાલિકાઓમાંની એક છે. અહીં ૪ જિલ્લા છે તેમાં તેલંગાણાની ૪ લોકસભા અને ૨૬ વિધાનસભાની બેઠક છે. તેલંગાણામાં મજબૂત વિપક્ષ નહીં હોવાને કારણે ભાજપને તેનો ફાયદો મળ્યો છે. દક્ષિણના રાજ્યોમાં પગપેસારો કરવા ભાજપનો રસ્તો સરળ થઈ ગયો છે. કર્ણાટક પછી અન્ય રાજ્યોમાં પણ ભાજપ સત્તાના શિખરે પહોંચાવાનું સપનું જોઈ શકે છે. તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યાં પણ હૈદરાબાદના પરિણામોની અસર જોવા મળી શકે છે. તેલંગાણામાં પણ ૨૦૨૩માં વિધાનસભાની ચૂંટણી યોજાશે. તેમાં પણ હૈદરાબાદની ચૂંટણીના પરિણામોના પડઘા સંભળાશે.

૧૫૦ સીટનું વલણ શુક્રવારે સવારે ૮ વાગ્યાથી જ આવવાના શરૂ થઈ ગયા. થોડી જ વારમાં ભાજપ સૌથી વધુ સીટ જીતનારી પાર્ટી દેખાવા લાગી. એક સમયે ભાજપને ૭૯ સીટ પર લીડ મળી હતી જે ગત ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી રહેલી તેલંગાના રાષ્ટ્રવાદી સમિતિ (ટીએમસી) ૩૫ સીટ પર સમેટવા લાગી હતી. પરંતુ ૫ કલાકની અંદર જ એટલે કે લગભગ એક વાગ્યાની આસપાસ ચિત્ર બદલાઈ ગયુ હતુ. દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે તેલંગાણાના લોકોએ ઙખ મોદી પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.