Abtak Media Google News

ફાઈનલમાં ગુજરાત મિરર અને એજન્ટ ઈલેવન વચ્ચે કાંટે કી ટકકર:ક્રિકેટપ્રેમીઓમાં જબરદસ્ત ઉત્સાહ

રાજકોટ મીડિયા કલબ તા મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રાજકોટ સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગી ઈન્ટરપ્રેસ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જેનો ફાઈનલ મેચ આવતીકાલે એજન્ટ ઈલેવન અને ગુજરાત મીરર વચ્ચે રાજકોટના ઈન્ટરનેશનલ કક્ષાના માધવરાવ સિંધીયા ગ્રાઉન્ડ ખાતે સાંજે ૬:૦૦ ી ૯:૦૦ દરમિયાન યોજાશે.

Advertisement

સતત ભાગદોડ કરતા અને સ્ટ્રેસ હેઠળ કામ કરતા મીડિયા જગતના કર્મચારીઓને તાજગી મળે, નવી ઉર્જાનો સંચય ાય તેમજ ભાઈચારાની ભાવના કેળવાય તેવા ઉમદા હેતુી રાજકોટ મીડિયા કલબ અને મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે ગત ૨૫ ફેબ્રુઆરીી ટૂર્નામેન્ટનો પ્રારંભ યો હતો. જેમાં ૧૨ જેટલી ટીમોએ ભાગ લીધો હતો. ટૂર્નામેન્ટમાં અબતક, ગુજરાત સમાચાર, આજકાલ, સાંજ સમાચાર, નૂતન સૌરાષ્ટ્ર, દિવ્ય ભાસ્કર, સંદેશ, એજન્ટ ઈલેવન, ગુજરાત મીરર, રેસ્ટ ઓફ પ્રેસ, નવગુજરાત સમય અને ફૂલછાબની ટીમે હોંશભેર ભાગ લીધો હતો.

આવતીકાલના રોજ આંતરરાષ્ટ્રીય કક્ષાના માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સાંજે ૬ ી ૯ દરમિયાન ઈન્ટરપ્રેસ ક્રિકેટ ટૂર્નામેન્ટનો ફાઈનલ મેચ યોજાવા જઈ રહ્યો છે. ફાઈનલ મેચ બાદ વિજેતા ટીમને ટ્રોફી અને મેન ઓફ ધ સીરીઝને રોકડ પુરસ્કાર આપી સન્માનીત કરવામાં આવશે. મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટે.કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ભાજપ અગ્રણી ઉદય કાનગડ, આરોગ્ય સમીતીના ચેરમેન મનીષ રાડીયા, વિરોધપક્ષના દંડક અતુલભાઈ રાજાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, મ્યુનિ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, સમાજ કલ્યાણ સમીતીના ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુ.કમિશનર બંછાનિધિ પાની, વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, વિપક્ષી ઉપનેતા મનસુખભાઈ કાલરીયા, શાસક પક્ષના દંડક રાજુભાઈ અઘેરાની પ્રેરક ઉપસ્િિત રહેશે. ગુજરાત મીરર અને એજન્ટ ઈલેવન વચ્ચે યોજાનાર ફાઈનલ મેચને નિહાળવા રાજકોટ મીડિયા કલબના તુષારભાઈ રાચ્છ અને કિન્નરભાઈ આચાર્યએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે. ટૂર્નામેન્ટને સફળ બનાવવા કિન્નરભાઈ આચાર્ય, તુષારભાઈ રાચ્છ, કુલદિપસિંહ રાઠોડ, જતીનભાઈ રવાણી, હિમાંશુભાઈ કલ્યાણી અને અમીત કામદારે જહેમત ઉઠાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.