Abtak Media Google News

ત્રિસ્તરીય નિબંધ સ્પર્ધામાં વિજેતા પાંચ વિદ્યાર્થીઓને ભીમ પ્રજ્ઞા પુરસ્કાર એનાયત કરવામાં આવશે: ધો.૬ થી કોલેજ કક્ષાના ૪૧૭ જેટલા છાત્રો ભાગ લેશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આંબેડકર કેર દ્વારા આવતીકાલે રાજયકક્ષાની નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રિ-સ્તરીય નિબંધ સ્પર્ધામાં ધો.૬ થી પીએચડી સુધીના છાત્રો ૪૧૭ વિદ્યાર્થીઓ ભાગ લેનાર છે અને જેમાં ૬ થી ૮ના વિદ્યાર્થીઓ માટે ડો.આંબેડકર મારી દ્રષ્ટીએ વિષય પર ૧૫૦૦ શબ્દોમાં નિબંધ લખવાનો રહેશે. ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓએ ડો.આંબેડકરની કલ્પનાની સામાજીક સમાનતા અને બંધુતા વિષય ઉપર ૨૫૦૦ શબ્દોમાં નિબંધ લખવાનો રહેશે અને કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓને ડો.આંબેડકરની દ્રષ્ટીએ રાષ્ટ્રીય ઉતરદાયિત્વ વિષયક ૩૫૦૦ શબ્દોમાં નિબંધ લખવાનો રહેશે.

Advertisement

સંસ્કૃત વિભાગના પ્રોફેસર અને ડો.ડી.આર.આંબેડકર કેરના ચેરમેન ડો.રાજા કાથડના જણાવ્યા પ્રમાણે આવતીકાલે રાષ્ટ્રીય કક્ષાની ઉતરદાયિત્વ વિષયક નિબંધ સ્પર્ધાનું આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં અંદાજીત ૪૧૭ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓમાં પ્રત્યેક્ષ સ્તરમાં ૧ થી ૫ નંબર પ્રાપ્ત પ્રતિ ભાગીને અનુક્રમે ‚ા.૧૦ હજાર, ‚ા.૫ હજાર, ‚ા.૩ હજાર, ‚ા.૨ હજાર અને ‚ા.૧ હજાર ભીમ પ્રજ્ઞા પુરસ્કાર અને પ્રમાણપત્ર નિબંધ સ્પર્ધા પૂર્ણ થયા બાદ આપી દેવામાં આવશે. આ સ્પર્ધા સંસ્કૃત ભવન પાસે યુનિવર્સિટીના ક્ધવેશન બિલ્ડીંગમાં સવારે ૧૦ થી ૧૧:૩૦ કલાક દરમિયાન યોજવામાં આવશે.

આ નિબંધ સ્પર્ધામાં અત્યારસુધીમાં ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આવ્યું છે અને અરજી કરનારા ઉમેદવારોનું નામ અને સીટ નંબરનું લીસ્ટ આંબેડકર કેર સેન્ટરની વેબસાઈટ પર મુકાઈ ગયું છે. આ નિબંધ સ્પર્ધામાં સંસ્કૃત વિષયના બે નિષ્ણાંતો બોલાવવામાં આવ્યા છે. જે વિદ્યાર્થીઓને નિબંધ મુલ્યાંકન પઘ્ધતિના આધારે માર્ક આપશે. નિબંધ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓના નિબંધનું મુલ્યાંકન કેર સેન્ટર દ્વારા નિયુકત વિષય નિષ્ણાંત દ્વારા ગુણવતાના આધારે ગુણાંકન કરવામાં આવશે. જેમાં અલગ-અલગ માપદંડ જોવામાં આવશે. આ નિબંધ સ્પર્ધા ૧૦૦ માર્કમાં લેવામાં આવશે. જેમાં વિષય વસ્તુની રજુઆતના ૫૦ ગુણ, વિશ્ર્લેષણ અને અર્થઘટનાના ૨૦ ગુણ, પ્રસ્તુતિકરણના ૧૫ ગુણ અને લેખન કૌશલ્યના ૧૫ ગુણ સહિત ગુણવતાના આધારે ગુણાંકન કરવામાં આવશે.

આ નિબંધ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો.કમલ ડોડીયા, રજીસ્ટ્રાર ડો.ધીરેન પંડયા તેમજ અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેનાર છે. ઉલ્લેખનીય છે કે રાજયમાં આવી સ્પર્ધાનું પ્રથમવાર આયોજન થવા જઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.