Abtak Media Google News

કર્ણાટકમાં હવે જેડીએસ અને કોંગ્રેસ વચ્ચે સરકારમાં ભાગીદારી કરવા વિશે મતભેદ હોવાનું સામે આવ્યું છે. કુમારસ્વામીએ સરકારમાં 30-30 મહિનાની ભાગીદારીની કોંગ્રેસની ફોર્મ્યુલાની નકારી કાઢી છે. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે, દરેક મૂલ્યોને ધ્યાનમાં રાખીને સત્તામાં બાગીદારી મળવી જોઈએ. હવે મંત્રીમંડળની વહેંચણી માટે કુમારસ્વામી આજે દિલ્હી જશે અને સોનિયા-રાહુલ ગાંધીની મુલાકાત કરશે. આ મુલાકાતમાં કેબિનેટના મંત્રી વિશે ચર્ચા કરવામાં આવશે. નોંધનીય છે કે, બુધવારે કર્ણાટકમાં મુખ્યમંત્રી પદના શપથ થવાના છે.

Hd Kumarswamy 1523333524જેડીએસ-કોંગ્રેસ સરકારમાં 30-30 મહિનાની ભાગીદારી કરવાની વાત છે. કુમારસ્વામીને આ વિશે સાવલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, આ વિશે કોઈ વાત નથી થઈ. હું સોમવારે રાહુલ અને સોનિયા ગાંધીને મળવાનો છું. શપથ લેવાના 24 કલાકની અંદર અમે બહુમત સાબીત કરી દઈશું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.