Abtak Media Google News

T20 વિશ્વકપમાં 5 ઇનિંગમાં ફટકારેલી 3 અર્ધસદીની મદદથી  સૂર્યકુમાર રેન્કિંગમાં પ્રથમ ક્રમે પહોંચ્યો !!!

આઇસીસીએ ટી20 ઇન્ટરનેશનલની બેટિંગની રેન્કિંગ જાહેર કરી છે જેમાં ભારતનાં સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવનું નામ પહેલા ક્રમે યથાવત છે. સૂર્યકુમાર યાદવ 859 પોઇન્ટ્સની સાથે પહેલા સ્થાન પર છે. ટી20 વર્લ્ડકપ 2022નાં સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડની સામે સૂર્યાનું પર્ફોર્મન્સ થોડું નબળું રહ્યું હતું. જેનું નુક્સાન તેમને રેન્કિંગમાં 10 અંકોથી થયું. તેમ છતાં સૂર્યાએ આ વખતે પણ પોતાનું  ટોપનું સ્થાન જાળવી લીધેલ છે. ભારતનાં સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ 859 પોઇન્ટની સાથે ટોપ પર છે તો તેમના બાદ પાકિસ્તાનનાં વિકેટકિપર બેટ્સમેન રિઝવાન નંબર 2 પર 836 અંકોની સાતે દ્વિતીય તો કેપ્ટન બાબર આઝમ 778  અંકોની સાથે ત્રીજાં ક્રમે છે.

સૂર્યા ટી20 વર્લ્ડ કપ 2022માં પણ શાનદાર બેટિંગ કરતાં જોવા મળ્યાં હતાં. તેમણે વિશ્વ કપમાં 6 ઇનિંગ્સમાં 75ની એવરેજથી 235 રન બનાવ્યા હતાં. આ દરમિયાન તેમનો સ્ટ્રાઇક રેટ 193.96નો રહ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં તેમના બેટથી અર્ધશતક રન કર્યાં હતાં.  જ્યાં તેમનો હાઇ સ્કોર 68 રનનો હતો. સૂર્યકુમાર હાલમાં ટી20 ઇન્ટરનેશનલ રેન્કિંગમાં નંબર વન પર આવેલ છે. તેમણે ટી20 ક્રિકેટમાં અત્યારસુધી 1000થી પણ વધુ રન બનાવ્યાં છે. સૂર્યાએ 2022માં ટી20 ઇન્ટરનેશનલમાં 29 ઇનિંગ્સમાં 44.60ની એવરેજછી 186.54નાં સ્ટ્રાઇક રેટથી 1036 રન બનાવ્યાં છે. ટી20 વિશ્વકપમાં 5 ઇનિંગમાં ફટકારેલી 3 અર્ધસદીની મદદથી  સૂર્યકુમાર રેન્કિંગમાં પ્રથમ ક્રમે પહોંચ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.